Big Breaking : ઊંઝા એપીએમસી માં તંદુરસ્ત ચૂંટણી થવી જોઈએ ? કોણે કહ્યું ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા એપીએમસીમાં ચૂંટણી ન થાય અને બિનહરીફ થાય તે માટે ભાજપની નેતાગીરી એ મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપની સમાધાનની ફોર્મ્યુલા કારગત નીવડી નહીં રહી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.
ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ઊંઝા નગરપાલિકાના પૂર્વ નગર સેવક ભાવેશ પટેલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે......
" ચૂંટણી એ લોકશાહીનો અધિકાર, પ્રજાને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો આધાર,ચુંટણીમાં હરીફ ઉમેદવાર સાથેનું સમાધાન કે રાજકીય દબાણોના પ્રયત્નો એ બન્ને લોકશાહી માટે કલંકિત.....ઊંઝા APMC ચુંટણી લોકશાહી ઢબે તંદુરસ્ત રીતે યોજાય અને પ્રજા પોતાના પ્રતિનિધિ નીમે એજ લોકશાહી "
ભાવેશ પટેલની આ પોસ્ટ ને લઈને પણ હવે ઊંઝા ના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. હાલમાં ઊંઝા એપીએમસીમાં સત્તા માટે ધારાસભ્ય અને પૂર્વ ચેરમેનના ગ્રુપો આમને સામને છે ત્યારે ખેડૂતોનું ગ્રુપ ભાજપની કોઈપણ પ્રકારની ફોર્મ્યલા માનવા તૈયાર નહીં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું. છે.