ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ કશ્યપ પટેલે ઉનાવા APMC માં ડિરેક્ટર પદેથી એકાએક કેમ આપ્યું રાજીનામુ ? ડીસકવોલીફાઇડ થવાનો હતો ડર ?
ઉનાવા APMC ના ડિરેક્ટર પદેથી કશ્યપ પટેલ દ્વારા આપવામાં આવ્યું રાજીનામુ
કશ્યપ પટેલ એ ખેડૂત વિભાગ માંથી આપ્યું રાજીનામુ
કશ્યપ પટેલ એ સમાજિક કારણોસર આપ્યું રાજીનામુ આપ્યું હોવાનું દર્શાવ્યું કારણ
હકીકત કંઇક જુદી જ સામે આવી
કશ્યપ પટેલ ઊંઝા એપીએમસી માં વ્યાપારી લાયસન્સ ધરાવતા હોવાનો ઉનાવા એપીએમસીના સેક્રેટરીએ કર્યો ઘટસ્ફોટ
વેપારી લાયસન્સ ધરાવનાર વ્યક્તિ એપીએમસી માં ખેડૂત પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર પદે રહી શકે નહીં
ડિરેક્ટર પદે થી ડિસ્કોલીફાઈડ નો હુકમ છૂટે તે પહેલા જ કશ્યપ પટેલે રાજીનામું આપીને ' પાણી પહેલા પાળ બાંધી ' હોવાની ચર્ચા
કશ્યપ પટેલ હાલમાં છે ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસી માં ખેડૂત વિભાગમાંથી ડિરેક્ટર પદે ચૂંટાયેલા કશ્યપ પટેલે એકાએક રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું હતું.અત્રે નોંધનીય છે કે કશ્યપ પટેલ ને થોડા સમય પહેલાં જ ઊંઝા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
મીડિયા માહિતી મુજબ, કશ્યપ પટેલે ડિરેક્ટર પદેથી આપેલા રાજીનામા માં સામાજિક કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ બીજી બાજુ મોર્નિંગ ન્યુઝ ફોકસ ને મળેલી એક્સક્લુસ માહિતી મુજબ કશ્યપ પટેલ ઉનાવા એપીએમસી માં ડિરેક્ટર પદે ખેડૂત પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા. પરંતુ બીજી બાજુ તેઓ ઊંઝા એપીએમસીમાં વેપારી લાયસન્સ ધરાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઉનાવા એપીએમસીના સેક્રેટરી ને પૂછતા શરૂઆતમાં તેમણે વાતને ગોળ ગોળ ઘુમાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ છેવટે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા કરાયેલા ધારદાર સવાલોને અંતે ખુદ સેક્રેટરી એ કબૂલ્યું હતું કે તેઓ ઊંઝા એપીએમસી માં વેપારી લાયસન્સ ધરાવતા હતા.
નિયમ પ્રમાણે જે વ્યક્તિ એપીએમસી માં વ્યાપારી લાયસન્સ ધરાવતી હોય તે ખેડૂત પ્રતિનિધિ તરીકે ડિરેક્ટર પદે રહી શકે નહીં. જોકે આ બાબતે કશ્યપ પટેલની વિરુદ્ધમાં થયેલી અરજીના અનુસંધાનમાં તપાસ ચાલી રહી હતી. જેને લઈને ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત, ગાંધીનગર કચેરીના નિયામક દ્વારા કશ્યપ પટેલને ઉનાવા APMC ના ખેડૂત પ્રતિનિધિ ના પદેથી દૂર કેમ ન કરવા તે અંગેની કારણ દર્શક નોટીસ પણ ફટકારવામાં આવી હતી. આમ સમગ્ર ભાંડો ફૂટે અને સભ્ય પદેથી દૂર કરવામાં આવે તે પહેલા જ કશ્યપ પટેલે રાજીનામું ધરી દીધું હોવાનું મનાય છે.