Breaking/ ઊંઝાના રાજકારણમાં ખળભળાટ : APMC ચૂંટણી પૂર્વે ભાજપમાં આવ્યો રાજકીય ભૂકંપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝા APMC ની ચૂંટણીને લઈને ભારે રસાકસીનો જંગ જામ્યો છે ત્યારે ધારાસભ્યના નજીકના ગણાતા અરવિંદ પટેલ નું મેન્ડેડ કપાતા તેમણે નારાજગી વ્યક્ત કરીને ધારાસભ્યની સામે આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આજે અરવિંદ પટેલે મહેસાણા જિલ્લા ભાજપ વ્યાપાર સેલના સંયોજક પદેથી રાજીનામું આપી દીધું છે.
અત્રે નોંધનીય છે કે અરવિંદ પટેલે તાજેતરમાં ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પ્રતિનિધિમાંથી ફોર્મ ભર્યું હતું. બીજી બાજુ નવાઈની વાત એ છે કે અરવિંદ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ વ્યાપાર સેલના સંયોજક ની જવાબદારી નિભાવતા હતા. ત્યારે સવાલ એ પેદા થાય છે કે અરવિંદ પટેલ ખેડૂત હતા કે પછી વ્યાપારી હતા ? તે ખરેખર એક ચર્ચાનો વિષય છે. જે હોય તે પણ હવે તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા ઊંઝા ના રાજકારણમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે.