ઊંઝાના ધારાસભ્ય પર થયો એવો આક્ષેપ કે તમે પણ કહેશો ' નેતાજી ! સ્વાર્થની તો હદ હોય ! '

ઊંઝાના ધારાસભ્ય પર થયો એવો આક્ષેપ કે તમે પણ કહેશો ' નેતાજી !  સ્વાર્થની તો હદ હોય ! '

મોર્નિંગ ન્યુઝ ફોકસ (  સુના સો ચુના ) : ઊંઝા એપીએમસી ન ચૂંટણીમાં ધારાસભ્યના ખૂબ જ નજીકના ગણાતા APMC ના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલની ટિકિટ કપાઇ છે જેને લઈને તેઓ ખૂબ જ વ્યથિત છે.

જોકે ગઈકાલે જ અરવિંદ પટેલે ધારાસભ્ય ઉપર આક્ષેપ બાજી કરી હતી અને તેમણે ધારાસભ્યને ગદ્દાર કહ્યા હતા. ત્યારે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ માહિતી મુજબ ધારાસભ્ય એ મેન્ડેડમાં અરવિંદ પટેલને કાપીને તેમની જગ્યાએ તેમના નજીકના સગાને ગોઠવી દીધા હોવાનો આરોપ APMC ના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ધારાસભ્ય પર લગાવતા એકવાર ફરીથી રાજકારણ ગરમાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝામાં સોશિયલ મીડિયાના કેટલાક ગ્રુપોમાં એપીએમસી ના પૂર્વ ચેરમેન અરવિંદ પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે જેમાં તેમણે મેન્ડેડની નકકર હકીકત ના ટાઇટલ સાથે કેટલીક બાબતો જણાવી છે. પોસ્ટમાં ઉલ્લેખ છે કે, "ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમને સતત સાથ આપનાર એક સિનિયર કાર્યકર ના ભોગે પોતાના અંગત માણસ ને મેન્ડેટ અપાવી ચાલ રમી ગયા." આમ એક સમયે ધારાસભ્ય નો જમણો હાથ ગણાતા અરવિંદ પટેલ હવે ધારાસભ્યથી દૂર થતા એક પછી એક હકીકતો સામે આવી રહી છે. ધારાસભ્ય ની ' કથની અને કરની 'માં કેટલો ફરક છે તે હવે ધીમે ધીમે બહાર આવવા લાગ્યું છે.