વડનગર : શ્રાવણ ઉત્સવને કોના ઇશારે અપાયો રાજકીય રંગ : હાટકેશ્વર દાદાના સાનિધ્યની અવગણના કેમ ?
વડનગર હાટકેશ્વર મંદિર છોડીને અન્યત્ર શ્રાવણ ઉત્સવની ઉજવણી કેમ કરાઈ ? ચર્ચાતો સવાલ
છેલ્લા બે વર્ષથી શ્રાવણ ઉત્સવ હાટકેશ્વર મંદિરના પરિસરમાં જ યોજાયેલ છે.
જો કે અન્ય સ્થળે શ્રાવણ ઉત્સવ ઉજવાતા ભક્તોમાં રોષ : પાંખી હાજરી
ભાજપ શહેર પ્રમુખની દખલગીરી હોવાની ચર્ચાઓ
શિવ ભક્તો અને ભાજપના કાર્યકરોમાં છૂપો રોષ
હાટકેશ્વર મંદિરના વહીવટ કર્તાઓ ને કેમ ઓફિશિયલી આમંત્રણ અપાયું નથી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરમાં શ્રાવણ માસના પ્રારંભે છેલ્લા બે વર્ષથી શ્રાવણ ઉત્સવ નું આયોજન કરવામાં આવે છે. જોકે આ ઉત્સવ હાટકેશ્વર મંદિરના પરિસરમાં કરવામાં આવતો હોય છે.
પરંતુ આ વર્ષે ગત 5 ઓગસ્ટ ને સોમવારે રાત્રે 8:30 કલાકે જવાહર નવોદય વિદ્યાલય હોલ વડનગરમાં શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે કે આ ધાર્મિક ઉત્સવ ધાર્મિક સ્થળ છોડીને અન્ય સ્થળે ઉજવવા પાછળનું કારણ શું હોઈ શકે છે.?
જોકે એકાએક લેવાયેલા આ નિર્ણય પાછળ કોની ભૂમિકા જવાબદાર હોઈ શકે છે ? બીજી બાજુ આ કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક શહેર ભાજપ પ્રમુખની પણ દખલગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાજપના કાર્યકરોમાં તેમજ શિવભક્તોમાં પણ છૂપો રોષ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.