ઊંઝામાં ભાજપના શાસનમાં જ કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ : વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા

ઊંઝામાં ભાજપના શાસનમાં જ  કાયદો અને વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ : વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓ વધ્યા

ધારાસભ્ય એ સંકલનમાં પૂછેલા સવાલોના તાકીદે ના મળ્યો જવાબ

ધારાસભ્ય નું જ અધિકારીઓ સાંભળતા નથી

ઊંઝામાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુના વધ્યા

છેલ્લા ત્રણ મહિનામાં વાહન ચોરીના 13 અને ઘરફોડ ચોરીના મોટા 5 ગુનાઓ બન્યા

પોલીસ ને ગુનાઓ ઉકેલવામાં અંશતઃ સફળતા મળી

ગૃહમંત્રીના સબ સલામત અને સુરક્ષિત હોવાના દાવા પોકળ

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. ઊંઝામાં અસામાજિક તત્વો અને કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ધારાસભ્ય દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર સાંભળતું નહીં હોવાની ચોકાવનારી ઘટના બહાર આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉદભવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા ના ધારાસભ્ય દ્વારા તાલુકા સંકલન મીટીંગમાં પૂછવામાં આવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં ઊંઝા તાલુકામાં કેટલા વાહન ચોરીના અને ઘરફોડ ચોરીના ગુનાઓ બન્યા છે અને તેમાંથી કેટલા ગુનાઓ ડિટેક્ટ થયા છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે જવાબદાર તંત્ર દ્વારા આ અંગે કોઈ જ માહિતી ધારાસભ્ય કાર્યાલય ને તાકીદે આપવામાં આવી ન હતી. 

જેને લઈને ધારાસભ્ય દ્વારા પુનઃ તાજેતરમાં યોજાયેલ તાલુકા સંકલન મિટિંગમાં ફરીથી આજ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી લેખિત માહિતી ખરેખર પોલીસ તંત્રની જ કામગીરી સામે સવાલો પેદા કરે તેવી છે. કારણ કે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં જણાવ્યું છે કે, ઊંઝા તાલુકામાં છેલ્લા 3 માસમાં 13 જેટલા વાહન ચોરીના ગુનાઓ બન્યા છે. જેમાં માત્ર અને માત્ર હજુ સુધી 2 જ ગુનાઓ ડિટેક્ટ થયા છે. બાકીના 11 ની તપાસ ચાલુ છે. તો વળી 5 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ બનેલા છે. જેમાં એક ગુનો ડિટેક્ટ થયો છે. બાકીનાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.