ઊંઝા Breaking: શું ખરેખર ઉનાવા ગામના સરપંચે પદ પરથી આપ્યું રાજીનામું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ઊંઝા તાલુકા ના ઉનાવા ગામના સરપંચે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઊંઝા તાલુકાના ઉનાવા ગામે ચિરાગ પટેલ સરપંચ પદ પર હતા. જોકે ચિરાગ પટેલે પોતાના સરપંચ પદના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હોવાના સમાચારો પ્રાપ્ત થતાં જ ઊંઝા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ સમાચારો સત્ય હોવાનું જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ઉનાવા ગામમાં અંદરો અંદર ઘણી બધી ફરિયાદો ઉઠવા પામી છે. એટલું જ નહીં ઉનાવા એ ઊંઝા તાલુકા નું સૌથી મોટું ગામ છે અને સૌથી મોટી ગ્રામ પંચાયત છે. ત્યારે સરપંચે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું શા માટે આપ્યું એ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.