ઊંઝા : ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ : પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલે ઉઠાવ્યો મહત્વનો મુદ્દો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા ના ધારાસભ્યની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ઊંઝાના પૂર્વ કોર્પોરેટર એવા સક્રિય સામાજિક કાર્યકર ભાવેશ પટેલે એકવાર ફરીથી ધારાસભ્યની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
ભાવેશ પટેલે ઊંઝા ના ધારાસભ્યને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, ઉનાળાની કાળઝાળ ગરમી ખૂબ ટૂંકા દિવસોમાં શરૂ થનાર છે ત્યારે મામલતદાર કચેરી ખાતે આવતા અરજદારો માટે વિશેષ પાયાની કોઈ વ્યવસ્થાઓ નથી તેમજ આધાર કાર્ડ,ઈ સ્ટેમપીગ,7-12 ના ઉતારા જેવી ATVT ની વ્યવસ્થા હંગામી ધોરણે પતરાના કેબીનમાં કાર્યરત છે.
જેમાં ગરમીના દિવસોમાં ખૂબ ઉંચુ તાપમાન રહેવાથી અરજદારો તેમજ કામ કરનારા કર્મચારીઓ મુશ્કેલીમા મુકાય છે. ઉપરાંત ઊંઝા સીટી સર્વે કચેરી છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમય થી ઊંઝા હાઇવે એસ 9 કોમ્પલેક્ષમાં પ્રાઈવેટ દુકાનોમા હંગામી ધોરણે કાર્યરત છે.
વધુમાં તેમને જણાવ્યું છે કે, બે વર્ષ કરતા વધુ સમયથી પ્રાઇવેટ દુકાનોમાં ચાલતી સીટી સર્વે કચેરી એ ધારાસભ્યના વહીવટ માટે ટીકા સમાન છે. ઊંઝા સીટી સર્વે કચેરીની મૂળ જગ્યાએ આજદિન સમયમાં નવીન બિલ્ડીંગનું કામ કાજ શરૂ થયેલ નથી.જેને લઈ ઉપરોક્ત રજૂઆત અન્વયે ઊંઝા મામલતદાર કચેરી ખાતે નવ નિર્મિત બિલ્ડીંગ કાર્યરત કરવા તેમજ સીટી સર્વે કચેરી મામલતદાર કચેરીમાં તબદીલ (શિફ્ટ) કરવા ભાવેશ પટેલ એ માગણી કરી છે.