ઊંઝા : નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાઠવાયેલ આમંત્રણ આપતો વાયરલ પત્ર બન્યો મજાક નું કારણ, જાણો હકીકત

ઊંઝા : નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાઠવાયેલ આમંત્રણ આપતો વાયરલ પત્ર બન્યો મજાક નું કારણ, જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ને લઈને સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આમંત્રણ પત્રિકા ચર્ચાસ્પદ બન્યા બાદ વધુ એક ચર્ચાસ્પદ કિસ્સો બહાર આવ્યો છે. જેમાં શાસન અધિકારી, શાળા મંડળ, ઊંઝા ને ચીફ ઓફિસર દ્વારા પાઠવવામાં આવેલ આમંત્રણ આપતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે.

વાયરલ પત્ર ઊંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શાસન અધિકારી, શાળા મંડળ, ઊંઝા ને લખવામાં આવ્યો છે જેમાં વિષય માં લખવામાં આવ્યું છે કે, વિષય:-આગામી "પ્રજાસત્તા દિન" તા. ૨૬/૦૧/૨૦૨૩ ના રાષ્ટ્રીય પર્વના ઉજવણી પ્રસંગે હાજર રહી સહકાર આપવા બાબત.

પત્રમાં વર્ષ 2024 ને બદલે 2023  દર્શાવવામાં આવ્યું છે. પત્રને લઈ ને એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ચીફ ઓફિસર સાહેબે ટાઈપ કરેલ પત્ર વાંચ્યા વગર માત્ર સહી જ કરી દીધી હશે કે શું ? કે પછી ચીફ ઓફિસર ના નામે અન્ય કોઈએ સહી કરી હશે ? જે હોય તે પણ હાલ તો આ વાયરલ પત્રમાં દેખાતી ગંભીર ભૂલને લઈને લોકો મજાક ઉડાવી રહ્યા છે.