ઊંઝા : લ્યો બોલો રોડ ના રીપેરીંગ કામમાં પણ લાલિયાવાડી: ધારાસભ્યની નિષ્ક્રિયતા થી લોકો ત્રસ્ત !

ઊંઝા : લ્યો બોલો રોડ ના રીપેરીંગ કામમાં પણ લાલિયાવાડી: ધારાસભ્યની નિષ્ક્રિયતા થી લોકો ત્રસ્ત !

ઐઠોર એ ગણપતિ બાપા નું પવિત્ર યાત્રાધામ છે

રોડ ના રીપેરીંગ કામમાં પણ લાલિયાવાડી

ધારાસભ્ય ની નિષ્ક્રિયતા થી લોકો પરેશાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા થી વિસનગર રોડ પર ઐઠોર પાસે આવેલ હાઇવે રોડ ની હાલત ખૂબ જ દયનીય હોવાનું જાણવા મળી રહ્યું છે .કારણ કે ગણેશ ફેકટરીથી કેવલેશ્વર મહાદેવ વચ્ચે જેસીબી થી દાતા પાડીને ઉપર રીપેરીંગની તૈયારી કરી પણ કામ શરૂ કર્યું નથી. સાઈડ ના અને મુખ્ય રોડનું વચ્ચેની કીનારીનું લેવલ ઊંચું નીચું છે. અમુકમાં જગ્યાએ ગંગા - જમના સરસ્વતીના સંગમ સ્થાન ની જેમ ૩ રીપેરીંગ થીગડા સ્પષ્ટ જોઈ શકાય છે.અકસ્માતની મોટી સંભાવનાઓને નકારી શકાય એમ નથી.

અત્રે નોંધનીય છે કે મોદી લહેરમાં ઊંઝા વિધાનસભા સીટ પરથી જીતેલા ભાજપના 'નિષ્ક્રિય ધારાસભ્ય' ના કેટલાક સમર્થકો દ્વારા આ રોડ મુદ્દે સમય અગાઉ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વાહ વાહી લૂંટવાના પ્રયત્નો થયા હતા. પરંતુ તસવીર વાસ્તવિકતા ઉજાગર કરી રહી છે. ખોટી રીતે જશ ખાટવાનો પ્રયત્ન કરતા આવા  નેતાઓ ને કારણે પ્રજા એ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે !