સિદ્ધપુર : એસ ટી બસ ના ડ્રાઇવર - કંડકટર ની પ્રામાણિકતાને સો સો સલામ, જાણીને તમે પણ કરશો પ્રસંશા

સિદ્ધપુર : એસ ટી બસ ના ડ્રાઇવર - કંડકટર ની પ્રામાણિકતાને સો સો સલામ, જાણીને તમે પણ કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સિદ્ધપુર ( પ્રતિનિધિ દ્વારા ) : સિધ્ધપુર એસટી ડેપોના કર્મચારીઓએ ફરીથી એકવાર પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં પાલનપુર થી દેલમાલ જતી બસમાં એક મુસાફર ની કીમતી ડોક્યુમેન્ટ અને પૈસા વાળી બેગ ટેબલેટ ભૂલી જતા ડ્રાઇવર કંડકટરના ધ્યાનમાં આવ્યું હતું અને તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુર ડેપો ની બસ પાલનપુર થી દેલમાલ જતી હતી તેમા પાટણ થી ચાણસ્મા નો એક મુસાફર બેચરાજી suzuki કંપની માં ફરઝ બજાવતા up ના રહેવાસી શ્રી અક્ષયભાઈ પોતાનું કિંમતી ટેબ્લેટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ બેગ અને બેગ માં થોડીક રોકડ રકમ ભૂલી ગયા હતા..જે ચાણસ્મા ડેપો નો tc નો સંપર્ક

 કરતા સિદ્ધપુર TC જે.પી.ભીલ તપાસ કરતા પાલનપુર દેલમાલ ના ડ્રાઇવર કન્ડકટર નો કોન્ટેક્ટ કરી ને યોગ્ય તપાસ કરી ને..મુસાફર ને દેલમાલ મોકલી આપીને બસ રૂટ ફરઝ પર ના ડ્રાઇવર શ્રી રિયાઝખાન કુરેશી અને કન્ડકટર શ્રી દિનેશ સિંહ એ ખરાઈ કરી ને મૂળ માલિક ને પરત કરી ને પ્રમાણિકતા પ્રમાણે ફરઝ બજાવી ને સિદ્ધપુર ડેપો નું ગૌરવ વધાર્યું છે અને નિગમ ની પ્રતિષ્ઠા માં વધારો કર્યો છે.