અધૂરી કહાની : સાચા સંબંધોની અધૂરી ઓળખ એટલે અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સંગમ
વફા : તમારા જીવન માં અનેક વ્યક્તિઓ આવતી હોય છે અને સમયાંતરે દૂર જતી રહેતી હોય છે પરંતુ એમાંથી એકાદ વ્યક્તિ એવી હોય છે જે દૂર ગયા પછી પણ સતત તમારા માનસ પટલ પર એની છાપ અંકિત રહે છે.કારણ કે અલ્પ સમય માટે તમારા સંપર્કમાં આવેલ એ વ્યક્તિ તમારી સાથે લાગણી ના સંબંધોથી જોડાયેલી હોય છે.સ્વાર્થના સંબંધો કરતાં લાગણીના સંબંધોમાં ઘણી તાકાત હોય છે.
તમારા માનસ પટલ પર જેની છાપ અંકિત થયેલી છે એ વ્યક્તિ જ્યારે તમારાથી દૂર જતી રહે છે ત્યારે તમને ક્યાંક ને ક્યાંક તમારી લાઇફમાં કંઈક ખૂટતું હોય એવો અહેસાસ થતો રહે છે અને છેવટે તમે એ વ્યક્તિની સાથે ફરીથી સંપર્ક કરવા માટેના પ્રયત્નો શરૂ કરો છો. જો ખરેખર તમારા દિલમાં એ વ્યક્તિ પ્રત્યે સાચી અને શુદ્ધ લાગણી હોય તો એકવાર ફરીથી એ વ્યક્તિ તમને મળે છે. બસ એ વ્યક્તિ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે પણ તમારા સંપર્કમાં આવતાંની સાથે જ તમને જે અધૂરાપણુ લાગતું હતું એ ખાલી જગ્યા હવે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થઈ ગઈ હોય તેવો અહેસાસ થાય છે. આ જ સાચા સંબંધો ની સાચી ઓળખ છે. આ સંબંધો બનાવવામાં તમે તો નિમિત્ત માત્ર હો છો પરંતુ ક્યાંકને ક્યાંક તમારા લાગણીભર્યા સબંધો તમારા પૂર્વ જનમની અધુરી કહાની પણ હોઈ શકે છે.
(વધુ આવતા અંકે....)