આ 5 સંકેતો દેખાય તો સમજવું કેન્સરની શરૂઆત થઈ ચૂકી છે, તરત હોસ્પિટલ પહોંચી જાવ

આ 5 સંકેતો દેખાય તો સમજવું કેન્સરની શરૂઆત થઈ ચૂકી છે, તરત હોસ્પિટલ પહોંચી જાવ

Mnf network:  મેડિકલ ક્ષેત્રે અસાધ્ય પ્રગતિ કરવા છતા પણ હજુ સુધી માણસ પાસે કેન્સર માટે કોઈ ફૂલપ્રૂફ ઇલાજ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કેન્સર 2020માં એક કરોડથી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર હતું. આ આંકડાઓ પર નજર કરીએ તો દર 6માંથી એક મૃત્યુ કેન્સરને કારણે થાય છે. કેન્સર એક એવો રોગ છે જેનું નામ સાંભળતા જ માણસનું કાળજું કાંપી ઉઠે છે

કેન્સર, બેઠાડુ જીવનશૈલી, અનહેલ્થી ડાયટના કિસ્સાઓમાં જવાબદાર હોય છે. બદલાતી જીવનશૈલીએ આ રોગને વધુ ખતરનાક બનાવી દીધો છે.

ગળાનું કેન્સર એ એક એવો રોગ છે જેના સંકેતો ઘણા સમય પહેલા દેખાવા લાગે છે. ગળાના કેન્સર માટે મુખ્યત્વે સિગારેટ, આલ્કોહોલ, તમાકુ, ગુટખા વગેરે જવાબદાર હોય છે. ગળાના કેન્સરના સંકેતોનું સમયસર નિદાન કરવામાં આવે તો આ જીવલેણ રોગથી બચી શકાય છે.

કાનનો દુખાવો, ગળામાં સોજો, ગળવામાં મુશ્કેલી જેવા કેટલાક લક્ષણોના આધારે ગળાના કેન્સરની વહેલી તકે ઓળખ કરી શકાય છે. જો વ્યક્તિ આ સંકેતો પર સતર્કતા વર્તે અને ડોક્ટર પાસે નિદાન કરાવે તો ગળાના કેન્સરની સારવાર સરળતાથી થઈ શકે છે.

 મેયો ક્લિનિક મુજબ ગળામાં 6 પ્રકારના કેન્સર થઇ શકે છે.

નઝોફારિંજલ કેન્સર- આ નાસિકા છિદ્રથી શરૂ થાય છે. એટલે કે નાકની એકદમ પાછળ જ થાય છે.

ઓરોફારિંજલ કેન્સર- તે મોઢાની પાછળથી જ શરૂ થાય છે. ટોન્સિલ્સમાં કેન્સર આનો એક ભાગ છે.

હાઈપોફાયરિંજલ કેન્સર- આ ગળાનો નીચેનો ભાગ છે જે ફૂડ પાઇપ એટલે કે અન્નનળીની ઉપર હોય છે.

ગ્લોટિક કેન્સર - તે સ્વરતંતુ એટલે કે વોકલ કૉડથી શરૂ થાય છે.

સુપરગ્લોટિક કેન્સર- તે સ્વરપેટીના ઉપરના ભાગથી શરૂ થાય છે. જેમાં ખોરાકને ગળી શકાતો નથી.

સબગ્લોટિક કેન્સર - તે સ્વરપેટીની નીચેથી શરૂ થાય છે.