નવમા નોરતે ભકતોમાં અનેરો ઉત્સાહ : ગૃહમંત્રી પણ ગરબે ઘૂમ્યા : મીની ગોકુલધામમાં દાંડિયા રાસ
નવમા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ નવમા નોરતે અર્ધાગીની સાથે ગરબે ઘૂમ્યા
સુરતની મીની ગોકુલધામ સોસાયટીમાં દાંડિયા રાસ ની રમઝટ
નવમા દિવસે માં જગદંબા ની આરતી સાથે ભકતો ભાવુક બન્યા
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતના ખૂણે ખૂણે હવે નોરતાનો માહોલ બરાબરનો જામ્યો છે. નવમાં નોરતે પાર્ટી પ્લોટ હોય કે શેરી ગરબા, સોસાયટી હોય કે સમાજની વાડીઓ, આજે તમામ જગ્યાઓ હાઉસફુલ છે. પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી. મોટા મોટા કલાકારોએ જ્યાં સ્ટેજ પરથી તેમના સુરીલા અવાજમાં ગરબાના ગીતો વાગ્યા હતા.
સુરતની મીની ગોકુલધામ ગણાતી સુમન ભાર્ગવ સોસાયટીમાં દાંડિયા રાસ યોજાયો હતો. જેમાં સૌ કોઈ જોડાયા એને દાંડિયા રાસે ભારે આકર્ષણ જણાવ્યું હતું
સુરત, અમદાવાદ,વડોદરા,મહેસાણા, રાજકોટ અને ભાવનગર જેવા વિવિધ શહેરોમાં ખેલૈયાઓએ મન મૂકીને સંગીતના સથવારે પગને તાલ આપ્યો હતો અને ગરબા રમતા રમતા માતાજીની આરાધનામાં ડૂબી ગયા હતા. સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબા રમતા જોવા મળ્યા હતા.