Exclusive : પ્રધાનમંત્રી અને આરોગ્યમંત્રીના હોમ ટાઉનમાં જ લાલીયાવાડી : કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત કફોડી

Exclusive : પ્રધાનમંત્રી અને આરોગ્યમંત્રીના હોમ ટાઉનમાં જ લાલીયાવાડી : કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત કફોડી

કોરોના ના દર્દીઓ માટે 1434 બેડની વ્યવસ્થા છે.

169 બેડ વધારવામાં આવશે. વડનગરમાં 200 બેડ ફુલ

જિલ્લામાં એક પણ ઓક્સિજનયુક્ત બેડ ખાલી નથી. 133 બેડ ઓક્સિજન વિનાના ખાલી છે.

Remdesivir injection સમયસર ન મળતા હોવાની પણ ફરિયાદો ઉઠી.

સરકારી હોસ્પિટલોમાં પૂરતો નર્સિંગ અને ડોકટર સ્ટાફનો સદંતર અભાવ .

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેની સામે આરોગ્ય સેવાઓને લઇને સરકાર ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી છે. એમાંય ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન મહેસાણા માં જ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે પૂરતી સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું બહાર આવતાં આરોગ્યમંત્રી ની કામગીરી સામે જ અનેક સવાલો ખડા થયા છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન ગણાતા મહેસાણા શહેર અને મહેસાણા જિલ્લામાં આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એમાંય ખાસ કરીને કોરોના કાળમાં હાલમાં દર્દીઓને ઓક્સિજનની વધારે જરૂર પડે છે, ત્યારે ઓક્સિજનના પૂરતા બેડ ઉપલબ્ધ ન હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પરંતુ વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને દર્દીઓએ નાછૂટકે દૂર દૂર સુધી જવું પડે છે. જોકે ખાનગી હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓથી ઉભરાઇ રહી છે. તો બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં અપૂરતી સુવિધાઓના કારણે દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવાનો વારો આવ્યો છે.

તાજેતરમાં મહેસાણા ખાતે યોજેલ એક પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રીએ કબૂલ્યું હતું કે જિલ્લામાં એક પણ ઓક્સિજનયુક્ત બેડ ખાલી નથી. તો બીજી બાજુ 133 બેડ ઓક્સિજન વિનાના ખાલી હોવાનું તેમને જણાવ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે 355 વેન્ટિલેટર જિલ્લામાં ઉપલબ્ધ છે. પરંતુ સત્ય હકીકત એ છે કે જિલ્લામાં મોટા ભાગની સરકારી હોસ્પિટલોના આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા નર્સિંગ અને ડોક્ટરના સ્ટાફનો અભાવ છે જેને લઇને વેન્ટિલેટર ઓપરેટ કરવા વાળું જ કોઈ ન હોય તો વેન્ટિલેટર નો શો અર્થ ? તો બીજી બાજુ જીવન રક્ષક ગણાતા રેમ ડેસીવર ઇન્જેક્શન પણ સમયસર ન મળતા હોવાની લોકોમાંથી ફરીયાદો ઉઠી રહી છે.

કલેકટર ની કામગીરી પણ ધીમી ગતિએ ચાલતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે. જોકે આરોગ્ય મંત્રી ના hometown માં જ આરોગ્યલક્ષી સુવિધાઓ ના ઠેકાણા નથી ત્યારે રાજ્ય ની તો વાત જ શી કરવી ? માત્રને માત્ર ચૂંટણીઓ જીતવા ની મોહમાયામાં લપેટાયેલા ભાજપના નેતાઓ અને મંત્રીઓ એ પ્રજાની આરોગ્યલક્ષી દરકાર કેટલી કરી છે તે આ કોરોના ના કપરા કાળમાં ઉઘાડી પડી ગઇ છે.