ઊંઝા : ભાજપના ઉમેદવાર કે કે પટેલની જંગી બહુમતીથી જીત

ઊંઝા : ભાજપના ઉમેદવાર કે કે પટેલની જંગી બહુમતીથી જીત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિકોણીયો જંગ જામ્યો હતો.. જેમાં આજે આવેલા ચૂંટણી પરિણામોમાં ભાજપના ઉમેદવાર કે કે પટેલનો ભવ્ય વિજય થયો છે.

આજે આવેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ઊંઝાથી ભાજપના ઉમેદવાર કિરીટકુમાર કેશવલાલ પટેલની જંગી બહુમતીથી જીત થઈ છે. જેથી ઊંઝા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. હાલમાં ભાજપ કાર્યાલય પર કાર્યકરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કાર્યકરો આ જીતનો આનંદ અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે