દિલ્હી : MCD ના પરિણામો માં આમ આદમી પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આજે આવશે. સવારે 8 કલાકથી મતગણતરી હાથ ધરાઇ છે. આજે 250 બેઠકો પર કુલ 1,349 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.
જો કે હાલમાં આવી રહેલા દિલ્હી એમસીડી ના પરિણામોમાં મીડિયા રિપોર્ટ મુજબ, આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક આગળ ચાલી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બીજા નંબરે ભાજપ અને ત્રીજા નંબરે કોંગ્રેસ છે. જોકે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પરિણામોમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.જ્યારે કોંગ્રેસ માત્ર અને માત્ર પાંચથી છ સીટો પર આગળ ચાલી રહી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જોવા મળી રહ્યું છે.ત્યારે હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ધીમે ધીમે કાર્યકરોની ભીડ જામી રહી છે. કાર્યકરોમાં એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ કાર્યાલય પણ ધીમે ધીમે કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે. બંને પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જોકે આમ આદમી પાર્ટી 126 બેઠકો પર આગળ ચાલી રહી હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવે છે, ત્યારે ભાજપ 117 બેઠકો પર આગળ ચાલી રહી છે.