સુરતમાં શાળા વિવાદ મુદ્દે ભાજપ નગર સેવકે નવનિયુક્ત SMC કમિશનરને લખ્યો પત્ર : કાર્યવાહી ની માંગ થી ખળભળાટ

સુરતમાં શાળા વિવાદ મુદ્દે ભાજપ નગર સેવકે  નવનિયુક્ત SMC કમિશનરને લખ્યો પત્ર : કાર્યવાહી ની માંગ થી ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : સુરત શાળા વિવાદ મુદ્દે નગર સેવક નરેન્દ્રભાઈ પાંડવે તાજેતરમાં નવનિયુક્ત કમિશનર ને પત્ર પાઠવી તપાસની માંગ કરતાં જણાવ્યું છે કે, કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકા ની હદમાં આવેલ ટીપી ૩૫ FP ૧૨૩ માં અજાણ્યા શકશો દ્વારા કબજો અને બાંધકામ બાબતે માનનીય મનપા કમિશનર શ્રીમતી શાલીની બેન અગ્રવાલને તારીખ ૧૫/0૧/૨૦૨૬ ના રોજ થયેલી રજૂઆત કરતો પત્ર લખેલ હતો .

જેને આજે ૧૫ દિવસ કરતા વધારે દિવસ થઇ ગયા છે છતાં આપ શ્રી દ્વારા કોઇ જાણકારી કે પ્રત્યુતર આપવામાં આવેલ નથી.આ બાબત ઘણી ગંભીર છે આ પ્લોટ મહાનગર પાલિકા ને જાહેર જનતા ના હિતાર્થે મળેલ હોય આપ ની જવાબદારી બને છે. છતાં માનનીય મનપા કમિશનર શ્રીમતી શાલીની બેન અગ્રવાલને તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થયેલી રજૂઆત સંદર્ભે તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં આ શાળાનું બાંધકામ અટકાવવા માટે સ્થાયી સમિતિ ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ દ્વારા જે ટી.પી.૫૦ માં વેડ કતારગામ FP નં.૯૪ માં તા.૦૬/૦૮/૨૦૨૫ ના રોજ ગૌરવ બિલ્ડરને સુમન શાળાનો વર્ક ઓર્ડર આપેલ હતો

. જેનું તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ના રોજ ખાત મૂહર્ત કરવામાં આવેલ હતું ત્યાર બાદ સુમન શાળાની કામગીરી ચાલુ થયેલ ન હતી જેથી તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ મારા દ્વારા સુમન શાળાની કામગીરી વહેલી તકે ચાલુ કરવા માટે માનનીય મનપા કમિશનર શ્રીમતી શાલીની બેન અગ્રવાલને અરજી કરી હતી અને તા.૧૪/૧૧/૨૦૨૫ માન. મુખ્યમંત્રીશ્રી તથા અન્ય પદાધિકારીઓને જાહેર જનતાએ કરેલ અરજી ત્યારબાદ સ્ટેન્ડિંગ ચેરમેનને તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ મીડિયાના માધ્યથી તેમજ મારા દ્વારા કરેલ રજૂઆત થી આ ગેરકાયદેસર બાંધકામ ધ્યાનમા આવતા આ કામ મુલતવી રાખવામાં આવેલ હતું.

આ ઉપરાંત તેમણે આ સમગ્ર બાબતે તપાસ કરવાના પણ આદેશ આપ્યા હતા. હાલમાં એ તપાસ કોને સોંપવામાં આવી છે તથા આ સમગ્ર મામલે લેન્ડગ્રેબિંગ નો ગુનો બનતો હોવાથી કોઇ કાર્યવાહી થયેલ છે કે નહિ તેમજ ખનીજ માટીના કૌભાંડ બાબતે તપાસ થયેલ છે કે કેમ તથા ગૌરવ બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ માટે કાયદાકીય પગલા લેવામાં આવેલ છે કે કેમ એ વિશે મને માહિતગાર કરશો જે વહીવટી વડા તરીકે આપની ફરજ બને છે તો સત્વરે જે તે અધિકારીઓ પર પગલા દિન ૨ માં ભરી મને જાણ કરશોજી. ઉપરોક્ત પ્લોટ નો રેવન્યુ રેકોર્ડ પણ મને આપવામાં આવે અને જે પણ કોઇ પત્ર વ્યવહાર થયો હોય તેની પણ સંપૂર્ણ વિગત આપવામાં આવે અને ગૌરવ બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામ કરવા માટે બ્લેકલીસ્ટ કરવામ આવે એવી મારી ભલામણ છે