અમરેલીમાં ઉજવાશે દાદા ભગવાનનો 116મો જન્મજયંતી મહોત્સવ: તૈયારીઓનો ધમધમાટ

અમરેલીમાં ઉજવાશે દાદા ભગવાનનો 116મો જન્મજયંતી મહોત્સવ: તૈયારીઓનો ધમધમાટ

Mnf network : જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી મોડર્ન લાઈફસ્ટાઈલ જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાથમિકતા વધુ છે, સહકારનું સ્થાન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભારરૂપ છે અને કુટુંબ તો જાણે કલેશનું કારખાનું બની ગયું છે ! આવા સમયમાં સુખી થવા માટે ખૂબ પ્રયત્નો કરવા છતાં સુખની પ્રાપ્તિ ઝાંઝવાના જળ સમાન ભાસી રહી છે

લીલીયા રોડ ઉપર સ્થિત ત્રિમંદિર પાસે નિર્માણ થઈ રહેલી આ "જોવા જેવી દુનિયા" એટલે 25 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું એક ધબકતું નગર. અહીં કળિકાળના આશ્ચર્યસમ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો 116મો જન્મજયંતી મહોત્સવ પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત અને આત્મજ્ઞાની ડો. નિરુ માંના સહાધ્યાયી આત્મજ્ઞાની પુજ્ય દીપકભાઈના સાંનિધ્યમાં 22 થી 28 નવેમ્બર દરમિયાન ઉજવાશે. આ મહોત્સવ અંતર્ગત અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી પ્રશ્નોના સમાધાન માટે સવાર-સાંજ પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્ર્નોેત્તરી સત્સંગ તેમ જ આત્મસાક્ષાત્કાર પામવાનો અદભૂત જ્ઞાનપ્રયોગ- જ્ઞાનવિધિ યોજાશે.

મહોત્સવનો શુભારંભ 22 નવેમ્બરના સાંજે 7 વાગે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. પુજ્ય દીપકભાઈના પ્રશ્નોત્તરી સત્સંગ 22 નવેમ્બર સાંજે 8.30 થી 10 તેમ જ 23 અને 24 નવેમ્બરના સવારે 10 થી 12:30 અને સાંજે 4.30 થી 7 દરમ્યાન રહેશે. આ સત્સંગમાં કોઈ પણ વ્યક્તિ પોતાને મુંઝવતા તમામ વ્યવહાર, ધર્મ કે અધ્યાત્મ સંબધિત પ્રશ્નોના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકશે. આત્મસાક્ષાત્કાર પામવા માટેનો અદભૂત ભેદજ્ઞાન પ્રયોગ "જ્ઞાનવિધિ" 25 નવેમ્બરના બપોરે 3.30 વાગે રાખવામાં આવેલ છે. તારીખ 26 નવેમ્બરના રોજ પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સવારે 8 વાગ્યાથી પૂજન, ભક્તિ અને દર્શનનો કાર્યક્રમ રહેશે.

આખા મહોત્સવ દરમ્યાન (22 થી 28 નવેમ્બર) થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક સાંજે 4 થી રાત્રે 10 સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છે કે આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ/સંપ્રદાયના લોકો લઈ શકશે.