કાંજીવરમ-દરબારી સાડી,પટોળાની ખરીદીમાં મહિલાઓની ભીડ ઉમટી

કાંજીવરમ-દરબારી સાડી,પટોળાની ખરીદીમાં મહિલાઓની ભીડ ઉમટી

રાજકોટમાં દિવાળી પૂર્વે બજારમાં ભીડ, રૂ.2,000 થી રૂ.29,000 સુધીની સાડી

ગુંદાવાડીમાં 350 દુકાનોમાં તહેવારોની રોનક, લગ્નસરાની સિઝનનો પણ વેપારીઓને ફાયદો

આ વખતે પ્રિન્ટેડ અને વિવિંગ પટોળાની ડિમાન્ડમાં વધારો

Mnf net work  : દિવાળીને આડે હવે એક અઠવાડિયું બાકી છે ત્યારે રાજકોટની બજારમાં લોકો નવા કપડા, કાપડ, સાજ-સજાવટની ખરીદી માટે ઉમટી પડયા છે.

 બજારમાં આવેલી નવી સાડી પર નજર કરીએ તો આ વખતે પ્રિન્ટેડ અને વિવિંગ પટોળાની ડિમાન્ડ વધી છે. જ્યારે કાનજીવરમમાં ઝીણી અને ક્રિસ્ટલ સિરીઝ પરની ડિઝાઈનની સાડીઓ મહિલાઓને સૌથી વધુ પસંદ પડે છે. બાટીક ડીઝાઈન, ગાળા બોર્ડર કોન્ટ્રાસ્ટ સાથેની પ્યોર સિલ્કની સોફ્ટ સાડી, દરબારી સાડી ઉપરાંત ડાયમંડ વર્કવાળા એચ.ઓ. સિલ્ક પરની સાડી પણ મહિલાઓ લઇ જાય છે. દિવાળીના તહેવારની સાથે લગ્નની સિઝન પણ હોવાથી બજારમાં ખરીદી વધી છે. દિવાળીના પર્વને લઈને બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પુરા ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. 

શહેરની ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં સુરત, બનારસ, બેંગ્લોર અને કોઈમ્બતૂરથી આવતી સાડીઓનું વેંચાણ થાય છે કેમકે ત્યાં સાડીનું ખૂબ જમોટું ઉત્પાદન થઇ રહ્યું છે.