મોરબીમાં આવતીકાલે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં આવતીકાલે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સ્પર્ધકો નૃત્યની કૌવત બતાવશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન છેલ્લા ૧૯ વર્ષથી મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરે છે.ત્યારે આવતીકાલે તા.૨૪ ડિસેમ્બરને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી,બેંક ઓફ બરોડાની સામે મોરબી ખાતે આ ડાન્સ કોમ્પીટીશન યોજાશે.