ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Mnf network : સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે પરંતુ તેની કોઇ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા નથી. આ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ વરસાદની કોઇ આગાહી નથી.
અનેક શહેરોનું મંગળવારનું તાપમાન જણાવતા કહ્યુ કે, નલિયામાં 10 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આજે અહીં તાપમાનમાં ઘટડો થવાની સંભાવના છે. જ્યારે આવતીકાલે એકાદ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. નલિયામાં આજે 11 ડિગ્રી તાપમાન પહોંચી શકશે અને બે દિવસ બાદ તેનાથી વધારે તાપમાન પણ નોંધાઇ શકે છે.
હવામાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ગુજરતના હવામાન અંગે ખાસ વાતચીત કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આગામી 24 કલાકમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા છે. 15 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગો સુધીમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષ થવાની શકયતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થાય અને અરબી સમુદ્રની હલચલ 15 ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે.
ગુજરાત પર વાદળો આવશે અને ઠંડી ઘટશે. 17થી 18 ડિસેમ્બર બાદ દક્ષિણ ચીનમાં ભારે વાવાઝોડું થતાં તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ વધશે.