ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓ કથળી, 33 ના મોત : આરોગ્યમંત્રી કુંભકર્ણ નિંદ્રામાં

ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓ કથળી, 33 ના મોત : આરોગ્યમંત્રી કુંભકર્ણ નિંદ્રામાં

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાતમાં ભાજપના શાસનમાં બિલકુલ પૉપા રાજ ચાલી રહ્યું છે. ભાજપના શાસનમાં શિક્ષણ અને આરોગ્ય લક્ષી સેવાઓ દિન પ્રતિદિન કથળી રહી છે. ત્યારે ગુજરાતમાં હાલમાં ચોમાસાની ઋતુમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો પ્રમાણ વધી રહ્યું છે, છતાં પણ આરોગ્ય મંત્રી કુંભકર્ણ નિંદ્રામાં સુતા હોય એમ લાગી રહ્યું છે.કારણ કે આરોગ્ય મંત્રીને માત્ર અને માત્ર ઉદઘાટનો સિવાય લોકોની બીજી કોઈ જ સમસ્યાઓ દેખાતી હોય તેવું લાગતું નથી.

આરોગ્ય મંત્રી ના નેતૃત્વમાં ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો થયો હોય તેવું લાગતું નથી એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ દિન પ્રતિદિન મોંઘુ બની રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે કેન્દ્રની મોદી સરકારની આરોગ્ય લક્ષી સેવાઓનો ગુજરાતની જનતાને સુપેરે લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. પણ ગુજરાતના આરોગ્ય મંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આરોગ્ય લક્ષી સેવાઓ માટે જનતા તરફડી રહી છે.

હાલમાં સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો કહેર યથાવત છે. રોગચાળાના કારણે વધુ બે લોકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર, શહેરના ગોડાદરા અને અમરોલીના બે લોકોને તાવની ફરિયાદ બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે બંન્નેનું ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. આ બંને દર્દીઓના મૃત્યુ સાથે સુરત શહેરમાં અત્યાર સુધીમાં સીઝનમાં રોગચાળામાં કુલ મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે.