ઊંઝામાં કોરોનાના RT PCR ટેસ્ટના નામે ઉઘાડી લૂંટ : લેબમાં જઈને ટેસ્ટ કરાવવાનો ભાવ 900 રૂપિયા, ઓડિયો થયો વાયરલ

ઊંઝામાં કોરોનાના RT PCR ટેસ્ટના નામે ઉઘાડી લૂંટ : લેબમાં જઈને ટેસ્ટ કરાવવાનો ભાવ 900 રૂપિયા, ઓડિયો થયો વાયરલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) :  હાલમાં કોરોના ને કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે કોરોના ના લક્ષણો દેખાય તો તેનો ટેસ્ટ કરાવવા માટે સતત અનુરોધ કરવામાં આવી રહ્યો છે.સરકાર દ્વારા RT PCR ટેસ્ટ ને લઈને તેના ચોક્કસ દરો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી લેબમાં જઈને આરટી પીસીઆર ટેસ્ટ નું સેમ્પલ આપવાનો ભાવ 700 રૂપિયા નિયત કરવામાં આવ્યો છે. જ્યારે લેબ દ્વારા હોસ્પિટલમાં કે દર્દીના ઘરે જઇ સેમ્પલ લેવામાં આવે તો તેનો ભાવ 900 રૂપિયા નક્કી કરાયો છે.

તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે જેમાં દર્દી દ્વારા લેબમાં જઈ અને ટેસ્ટ માટે નું સેમ્પલ આપવાની વાતચીતમાં લેબ દ્વારા તેનો ભાવ 900 રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફોન કરનાર વ્યક્તિ ઘરે આવીને સેમ્પલ લઈ જવા માટે લેબના વ્યક્તિને જણાવે છે. પરંતુ સામેની વ્યક્તિ લેબો પર આવી અને સેમ્પલ આપી જાઓ એમ કહે છે અને તેનો ભાવ 900 રૂપિયા હોવાનું જણાવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વાયરલ ઓડિયો ઊંઝા વિસ્તારનો હોવાનું માલુમ પડ્યું છે. જેમાં એક વ્યક્તિ દ્વારા ઊંઝા ખાતે આવેલી બાલાજી લેબમાં ફોન કરવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે મારા ઘરે ઘરના સભ્યો કોરોના સંક્રમિત છે તો શું તમે ઘરે આવીને RT PCR ટેસ્ટના સેમ્પલ લઈ જઈ શકશો ખરા ? ત્યારે લેબ દ્વારા ના પાડવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે તમારે લેબ પર આવવું પડશે. ત્યારે સામેની વ્યક્તિ rt pcr test નો ભાવ પૂછે છે. તો લેબ માંની વ્યક્તિ  ભાવ 900 રૂપિયા છે એમ જણાવે છે. જોકે હાલમાં આ ઓડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે.ત્યારે શું  આ લેબના સંચાલક સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ એને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

સાંભળો વાયરલ ઓડિયો....