ઊંઝા : MLA ડો.આશાબેન પટેલ અને ટીમ ભાજપનું 2 અને 3 એપ્રિલના રોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ સામે રક્ષણ માટે રસીકરણ જાગૃતિ અભિયાન
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો માટે સરકારે રસી મૂકવાની શરૂઆત કરી દીધી છે. વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે તે હાલ ની મહામારી ના સમયમાં ખૂબ જ જરૂરી છે. ત્યારે ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ દ્વારા ૨ જી માર્ચ અને ૩જી એપ્રિિિલલ રોજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકોને રસી મુકાવવા અંગેની જાગૃતિ લાવવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ તેમજ તેમની સાથે આરોગ્ય અધિકારી ઉપરાંત તાલુકા અને જિલ્લાના ડેલિકેટ રસીકરણ જાગૃતિ અભિયાનમાં જોડાશે તેમજ લોકોને રસી મુકવા માટે સમજાવશે અને મહત્તમ માં મહત્તમ લોકો રસી મુકાવે જેથી કોરોનાની મહામારી માં સંક્રમિત થતા અટકી શકાય. જો કે લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવાનું ઊંઝાના ધારાસભ્ય નું આ પ્રશંસનીય પગલું અન્ય ધારાસભ્યો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આગામી બીજી માર્ચ અને ૩જી માર્ચના રોજ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય અને તેમની ટીમ જશે. લોકોનો સંપર્ક કરશે અને મહત્તમ લોકોને રસીકરણ કરાવશે.