ચૂંટણી ચર્ચા : ઊંઝામાં અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલને જબરદસ્ત આવકાર : ડોર ટુ ડોર પ્રચાર

ચૂંટણી ચર્ચા : ઊંઝામાં અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલને જબરદસ્ત આવકાર : ડોર ટુ ડોર પ્રચાર

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ઊંઝા નગરપાલિકાની ૩૬ બેઠકો પર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં અપક્ષ ઉમેદવાર ભાવેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. જોકે ભાવેશ પટેલ એ ભાજપના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ છે તેમની છાપ એક ઉત્તમ સમાજસેવક તરીકેની છે. નગરના વિકાસ માટે તેમણે શાસકો સામે અવાજ ઉઠાવ્યો હોવાના અનેક પુરાવાઓ મીડિયાના અહેવાલો છે.

જો કે ભાવેશ પટેલ હાલમાં પોતાના વોર્ડ નંબર 2 માં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તેમના વોર્ડના મતદારો તરફથી તેમને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. ત્યારે મતદારોમાં એવો પણ ગણગણાટ શરૂ થયો છે કે ભાવેશ પટેલ આ વોર્ડ નંબર 2 માં જંગી લીડ સાથે ચૂંટણી જીતશે. જોવું એ રહ્યું કે હવે ચાલી રહેલો ડોર ટુ ડોર પ્રચાર એ મતદારોના મત ને પોતાની તરફ આકર્ષવામાં કેટલો સફળ રહેશે ?