મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ગુજરાતમાં આગામી મહિને યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક સ્તરે સંગઠન દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓમાં તમામ મોરચાના કાર્યકરોએ સક્રિયપણે જોતરાઈ જવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત આજે ગુરુવારે ઊંઝા ખાતે ઉનાવા દેશની વાડીમાં મજામાં ઊંઝા શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી જેમાં પ્રાથમિક કક્ષાના શિક્ષણ નો હવાલો સંભાળતા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે તેમજ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા
આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે ઊંઝા શહેર ભાજપ દ્વારા સંગઠનની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકને સંબોધતા મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીની સરકારોએ ગરીબી હટાવવા ના નારાઓ આપ્યા પણ કોઈએ ગરીબી હટાવવા નું સાચા અર્થમાં કામ કર્યું નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતુત્વ માં દેશ ચાલી રહ્યો છે. રાજ્ય માં 24 કલાક વીજળી ભાજપ સરકારેસ આપી છે. બહેનોને ધુમાડાથી મુક્ત કરી ગેસના કનેસક્શન આપ્યા છે. કોંગ્રેસ એ લોકોને ઘરનું વચન આપી ફોર્મ ભરાવ્યા હતા પણ હજુ ઠેકાણા નથી જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. મોદીએ ગુજરાત ના ઉત્તમ વિકાસને ઉત્તમ બનાવ્યો તો વિજય ભાઈ રૂપાણી એ સર્વોત્તમ બનાવ્યો છે. અમદાવાદ એસજી હાઇવે પર બનેલ અન્ડર બ્રિજ જેવો બ્રિજ હવે મહેસાણા ખાતે બનશે.
નર્મદા અને ઊંચાઈ વધારવા નરેન્દ્રભાઈએ ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસે ઊંચાઈ વધારવાની મંજૂરી ન આપી પરંતુ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પરવાનગી આપી હતી. ડેમની ઉંચાઇ વધવાથી આજે ગુજરાતમાં સિંચાઈ માટે પાણી આપી શકાય છે. પીવા માટે પણ પાણી પૂરું પાડી શકાય છે. ગુજરાતમાં સોલર ઉર્જા ને પ્રોત્સાહન અપાયું. વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદઘાટન ગુજરાતમાં કચ્છમાં થયું છે. વીજળી ના સંદર્ભમાં ગુજરાત આત્મનિર્ભર.કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો જેથી ખેડૂતોએ રાત્રે પાણી વાળવા માટે જવું ન પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.
કોંગ્રેસના ખાડા પુરવાનું કામ ભાજપે કર્યું છે. આજે મહેસાણામાં સૌથી સારા રોડ-રસ્તાઓ ની સુવિધા છે.મહિલાઓ ખેડૂતો અને યુવાનો માટે હવે કોઈ પ્રશ્ન સમસ્યારૂપ નથી રહ્યો. પહેલા ૧૮ વર્ષનો દીકરો થાય ત્યારે વિધવા સહાય બંધ થઈ જતી. પરંતુ રૂપાણી સરકારે આ સમસ્યા દૂર કરી. વિધવા સહાયને ગંગા સ્વરૂપ નામ અપાયું. પહેલા દોઢ લાખ બહેનોને સહાય મળતી આજે નવ લાખ બહેનોને વિધવા સહાય મળે છે. ગુજરાતમાં બહેનોને એક લાખ રૂપિયા લોન ઝીરો ટકા વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજના નામે આપવાનું જાહેર કરાયું છે. જેમા કોઇ આવક મર્યાદા નથી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી.પટેલ, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ શારદાબેન પટેલ, ઊંઝા ધારાસભ્ય ડો આશાબેન પટેલ, ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ ,મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ જશુભાઈ પટેલ, ઊંઝા શહેર કાર્યકારી ભાજપ પ્રમુખ હિતેષ પટેલ (એચએચ), મહામંત્રી સંજય રાવળ (પેઈન્ટર) , મહામંત્રી પ્રવીણભાઈ, શહેર મહિલા પ્રમુખ જયશ્રી બેન પ્રભારી સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.