Breaking : ઊંઝા માંથી ધમા મિલનની જૂના પાસા કેસમાં ધરપકડ, જાણો વધુ

Breaking : ઊંઝા માંથી ધમા મિલનની જૂના પાસા કેસમાં ધરપકડ, જાણો વધુ
ધમા મિલન ની ફાઇલ તસ્વીર

ગાંધીનગર પોલીસે ઊંઝા માંથી ધમા મિલનની ધરપકડ થતા ઊંઝા નું રાજકારણ ફરી એકવાર ગરમાયું 

જુના પાસા કેસમાં ધમા મિલનની કરાઈ ધરપકડ

ધમા મિલન દ્વારા ચૂંટણી લડવાની તૈયારી આરંભાઈ હતી

આંટા કડવા પાટીદાર સમાજ ઊંઝા નો સૌથી મોટો સમાજ

ધર્મેન્દ્ર પટેલ આ સમાજ નો છે યુવા પ્રમુખ

આજે સાંજે આંટા સમાજની ચુંટણી મા સમર્થન માટે યોજાવાની હતી સભા 

ધર્મેન્દ્ર પટેલને ચુંટણી લડવા સમર્થન માટે સમાજની યોજાવાની હતી સભા 

સભા યોજાઈ તે પહેલા જ કરાઇ ધરપકડ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી યોજાય તે પહેલા ઊંઝા નું રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયુ છે. ઊંઝામાં આજે આંટા સમાજની સમર્થન સભા યોજાવાની હતી. જેમાં આંટા સમાજના ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે મિલન આગામી 2022 ની ચૂંટણી માટે ઊંઝા વિધાનસભામાં ઝંપલાવવાના હતા જેના સમર્થન માટે આ સભા યોજાવાની હતી. પરંતુ સભા યોજાય તે પહેલા જ ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે મિલનની ધરપકડ કરવામાં આવતા ઊંઝા ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ઊંઝામાંથી ધમા મિલનની ઉર્ફે  ધર્મેન્દ્ર પટેલ ની પાસાના કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર પોલીસે ઊંઝા પહોંચી જુના પાસા કેસમાં ધમા મિલનની ધરપકડ કરી છે. ધમા મિલન આંટા સમાજનો યુવા નેતા છે. સમાજનો યુવા પ્રમુખ છે અને આંટા સમાજ એ ઊંઝા નો સૌથી મોટો સમાજ છે. ધર્મેન્દ્ર પટેલે ચૂંટણી લડવા માટે આજે સાંજે સમાજની સમર્થન સભાનું આયોજન કર્યું હતું પરંતુ આ સમર્થન સભાય યોજાય તે પહેલા જ ધર્મેન્દ્ર પટેલની જુના પાસા કેસમાં ધરપકડ થતાં અનેક તર્ક વિતરકો શરૂ થયા છે અને ઊંઝાના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે.