ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટરે લોકોને કયા પ્રકારના ફોટો કે વિડીયો સોશ્યલ મીડિયામાં ના મૂકવા માટે કરી અપીલ ? આના પાછળ શુ છે રહસ્ય ?

ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટરે લોકોને કયા પ્રકારના ફોટો કે વિડીયો સોશ્યલ મીડિયામાં ના મૂકવા માટે કરી અપીલ ? આના પાછળ શુ છે રહસ્ય ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં ગુજરાતમાં કોરોનાની મહામારી ને કારણે લોકો માનસિક રીતે પણ ઘણી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે કારણ કે હાલમાં સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે રીતે કોરોના ની પરિસ્થિતિ અતિશયોક્તિ પૂર્વક રજૂ કરવામાં આવી રહી છે તે જોતાં કદાચ સ્વસ્થ વ્યક્તિ પણ માનસિક રીતે હચમચી જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ઊંઝાના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ પટેલ દ્વારા એક મેસેજ સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે જે ક્યાંક ને ક્યાંક કોરોના ની આ વિકટ પરિસ્થિતિમાં સમાજને સાચા અર્થમાં ઉપયોગી થઇ રાહ ચીંધી શકે છે.

ઊંઝાના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એસ. પટેલ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે દોડતી એમ્બ્યુલન્સ, દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલ અને સ્મશાનો ના ફોટા કે વિડીયો મૂકીને સ્વસ્થ લોકોને માનસિક રીતે ડરાવવા નો પ્રયત્ન કરવામાં ન આવે. પરંતુ દરેક વ્યક્તિ  માસ્ક પહેરે, સેનેટાઈઝર નો ઉપયોગ કરે અને સોશિયલ distance જાળવે એ જરૂરી છે. જરૂરિયાત ન હોય તો ઘરમાંથી બહાર ન નીકળી પોતે સ્વસ્થ રહે અને સમાજ પણ સ્વસ્થ રહે એ જરૂરી છે. લોકો કોઈ પણ માનસિક તણાવમાં ન આવે અને પોતે જ પોતાના રક્ષણ માટે સ્વ કોરોના વોરિયર્સ બને એ સમયની માંગ છે.

આમ જે. એસ. પટેલે લોકોને એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નહીં પરંતુ એક સમાજના જાગૃત નાગરિક તરીકે યથાર્થ અપીલ કરી છે. જોકે તેમણે જે અપીલ કરી છે એના પાછળનો ઉદ્દેશ એ છે કે હાલની આ કોરોનાની મહામારી માં લોકોને હિંમતની જરૂર છે. લોકો અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય તે જરૂરી છે. લોકો પોતાની જવાબદારી સમજી સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા હેતુ માટે કરે તે જરૂરી છે.