સંજનાના મેસેજ નો રીપ્લાય કરવાને બદલે સાગર ફોન સ્વીચ ઓફ કરી સૂઈ ગયો, શુ હતું કારણ ? જાણો

વફા - એક પ્રેમ કહાની ( ભાગ-9)

સંજનાના મેસેજ નો રીપ્લાય કરવાને બદલે સાગર ફોન સ્વીચ ઓફ કરી સૂઈ ગયો, શુ હતું કારણ ? જાણો
(ભાગ-9)નેહા ઘરે પહોંચી ગઈ.આ બાજુ સાગરના મોબાઈલમાં મેસેજ ની રીંગટોન વાગી.સાગરે જોયું તો સંજનાનો ગુડ નાઈટ નો મેસેજ હતો.જેમ જેમ બસ આગળ ચાલી એમ એમ બારી માંથી આવતા ઠંડા પવનની લહેરોનો સ્પર્શ થતાં સાગર ની આંખ મીંચાઈ ગઈ.સવાર પડી.નેહા ને પાઠક સર કોલેજ પહોંચી ગયાં. કોલેજ અવર્સ પૂરા થતા નેહા અને તેની ત્રણ ફ્રેન્ડ્સ મળ્યાં. સંજનાએ નેહા ને પૂછ્યું કે કાલે આપણે આઈસ્ક્રીમ ખાતાં હતાં ત્યારે ફોન બાદ સર થોડા બેચેન દેખાતા હતા.શુ વાત હતી નેહા ? અને આજે પણ કોલેજમાં દેખાયા નથી ?
 
 નેહાએ મનમાં વિચાર્યું કે, ચાલ થોડી મજાક કરી લઉં અને પછી ચહેરાના ભાવ બદલીને ગંભીરતાપૂર્વક નેહાએ કહ્યું, " કાલે રાત્રે પપ્પા સાથે વાત કરીને સર ગામ જવા નીકળી ગયા છે, ખબર નહિ હવે પાછા આવશે કે...? ".આ સાંભળી બંસરી,સંજના અને મીરલ ચોકી ગયા.એટલામાં પાઠક સરે કાર પાસેથી નેહાને બૂમ મારી.નેહાએ કહ્યું કે ચાલો હું જાઉં.પછી વાત કરીએ.આ બાજુ બંસરીએ સંજનાને કહ્યું, " ચાલ,ઘરે જતાં પહેલા કોલ કરી સરને પૂછીએ કે વાત શુ છે ?  " અને સંજનાએ એના ટુ વ્હીલર ની ડેકી માંથી ફોન કાઢ્યો.મીરલે ફોન લઈ નમ્બર ડાયલ કર્યો.ફોન સ્પીકર પર હતો.
 
જેવો ફોન સાગરે રિસીવ કર્યો કે તરત જ મીરલ લાગણીના આવેશમાં મનમાં આવે એમ બોલવા લાગી.બંસરી એ પણ ફોનમાં ઘણું બધું સંભળાવી દીધું.સાગરને બોલવાનો મોકો જ ના આપ્યો.સાગર મનમાં ને મનમાં હસતો હતો.પછી સંજનાએ કહ્યું, " રેવા દે બંસરી, એમ પણ આપણી લાગણીઓ ની કદર સમજે એમની સામે દલીલ કરાય.પછી બંસરીના હાથ માંથી ફોન લઈ સંજના બોલી, "કાલે સાંજે આઈસ્ક્રીમ ખાતી વખતે જ મને તમારા બદલાયેલા ચહેરાના હાવભાવ પરથી ખબર પડી ગઈ હતી કે,તમે અમારાથી કંઈક છુપાવતા હતા.જાવા દો એમ પણ..." સાગરે તરત જ કહ્યું, " બસ સંજુ, વાત એમ હતી કે મારા ફાધરને એટેક નો હુમલો આવ્યો છે અને એમને હોસ્પિટલાઈઝ કર્યા હતા.એટલે ફોન આવતાં જ એકાએક...અને સાગરનો અવાજ ઢીલો પડી ગયો." 
 
તરત જ સંજના બોલી " સોરી બાબા, પણ અમને ત્યારે કહેવાય તો ખરું ને.કેમ અમે લોકો પારકા હતા એટલે જ ને ? કાંઈ નહિ જાવા દો એ વાત.હવે તમારા ફાધરની તબિયત કેમ છે ? " સાગરે કહ્યું, " સારું છે હવે. આજે હમણાં હોસ્પિટલથી રજા મળી જશે.બાય ધ વે, નેહા છે તમારી સાથે ? " બંસરી બોલી, " ના એ પાઠક સર સાથે ઘરે જઈ.સારું હવે એમ કહો કે રિટર્ન ક્યારે આવવાના ? " સાગરે કહ્યું, "બે-ત્રણ દિવસ પછી.તમે લોકો હવે મન લગાવીને રીડીંગ કરજો.ચાલો હવે ઘરે પહોંચો." અને ટેક કેર ઓફ બોલી મીરલે ફોન કટ કરી દીધો.
 
આ બાજુ સાગર મનોમન વિચારવા લાગ્યો કે ખરેખર, નેહા અને પાઠક સરની જેમ  આ લોકો ને મારા માટે આટલી બધી લાગણી છે એ તો આજે ખબર પડી.થોડીવાર બાદ સાગરના ફોનમાં ફરી નેહાનો ફોન આવ્યો અને સાગરના ફાધરની તબિયતના સમાચાર લીધા.સાગરના પિતાજીને બપોરે રજા મળી ગઈ એટલે એમને ઘરે લઈ ગયા.ડોકટરે કહ્યું હતું કે હવે કોઈ ખતરો નથી.સાગરને પણ ડોક્ટરની વાતથી રાહત થઈ હતી.
સાંજે  8 વાગે જમીને સાગર ગામમાં આંટો મારવા નીકળ્યો.લગભગ દોઢ મહિનો ગામથી દૂર રહેલ સાગરને તો એવું લાગતું હતું કે જાણે ઘણા લાંબા સમય બાદ ગામમાં આવ્યો હોય ! એ ફરતો ફરતો જુહી ના ઘર તરફ ગયો ત્યારે જુહીના મમ્મી ઘરે હતાં. તેમણે સાગરના પિતાની તબિયતના સમાચાર પૂછ્યા.થોડી વાતચીત બાદ સાગર એના ઘરે જઈ સૂઈ ગયો.સાગર નું નવું ઘર બનતું હતું ત્યારે તે જુહી ની શેરીમાં રહેતો. હાલ સાગર એના નવા ઘરે બીજી શેરીમાં રહેતો હતો.સાગર ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હતો, ત્યાં જ સંજના નો મેસેજ આવ્યો.સાગરે કોઈ રીપ્લાય ન કર્યો એટલે સીધો કોલ આવ્યો.સાગરે કોલ કટ કરી દીધો.ફોન સ્વીચ ઓફ કરી તે સૂઈ ગયો.
 
બીજા દિવસે સવારે 9 વાગે સાગરે ફોન સ્વીચ ઓન કર્યો અને જોયું તો લગભગ એકસાથે 10 થી વધારે મેસેજ હતા.જેમાં સંજના ઉપરાંત નેહાના પણ મેસેજ હતા.સાગરે ખેતર તરફ જતાં જતાં રસ્તામાં મેસેજ વાંચી લીધા.બરાબર 11:30 કલાકે નેહાનો કોલ આવ્યો. " બ્રધર કેમ કાલે સાંજે શુ થયું હતું ? સંજના ના કોલ કે મેસેજ નો તમે રીપ્લાય ન કર્યો ? મેં કોલ કર્યો તો ફોન બંધ આવતો હતો.શુ કોઈ સમસ્યા હતી ? સાગરે કહ્યું, " નેહા, ગામડે લોકો વહેલા સૂઈ જાય.હું ફોન કરું તો સૂતેલા લોકોને ડિસ્ટર્બ થાય.માટે મેં ફોન બંધ કરી દીધેલ.કોઈ ચિંતા નું કારણ નથી.બોલો હવે રીડીંગ કેમ ચાલે છે ? "  નેહાએ કહ્યું, " સરસ, પણ તમે સંજનાને મેસેજ કરજો.આજે કોલેજમાં પણ એનો મૂડ ઓફ હતો." સાગરે કહ્યું, " ઓકે માય સ્વીટ હાર્ટ સિસ્ટર." સાગરે સાંજના 4 વાગે સંજનાને મેસેજ મોકલ્યા. મેસેજ વાંચી સંજના વિચારોમાં ખોવાઈ ગઈ.એના ચહેરા પર સ્મિત નું સ્પંદન થયું. મેસેજ માં લખ્યું હતું, " તમારા મૂડ ( મિજાજ) ના માલિક તમે છો.વધુ પડતી અપેક્ષાઓ માણસને સુખ ઓછું અને દુઃખ વધારે આપે છે.તમારા સુખ-દુઃખનું કારણ જો તમે બીજી વ્યક્તિ ને માનો છો તો એ આસક્તિ છે.દુનિયાનું સર્વ શ્રેષ્ઠ સુખ તમારી અંદર છુપાયેલ છે. " સાગરના મેસેજ નો રીપ્લાય કરતાં સંજનાએ  લખ્યું, " સો સ્વીટ ઓફ યોર વર્ડ્સ.આઈ એમ ફેન ઓફ યુ.તમારા શબ્દો થી મારા મનમાં નવા ઉત્સાહનો સંચાર થયો.થેન્ક યુ."
------------
સંપૂર્ણ સ્ટોરી વાંચી નીચેના ઈમોજીસમાં પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં