વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ : પ્રેમ એટલે સરનામા વિનાનો સંબંધ

વેલેન્ટાઈન ડે સ્પેશ્યલ : પ્રેમ એટલે સરનામા વિનાનો સંબંધ
Foto from Google source

પ્રેમ એટલે પ્રગતિના પથ પર દોડતી ગાડીને વાગનારી બ્રેક, નિર્ધારીત લક્ષ સુધી પહોંચવામાં આવેલ સૌથી મોટો અવરોધ તો વળી પ્રેમ એટલે જીવનથી નાસીપાસ થઈ જીવન નો અંત આણવા જઈ રહેલ નિરાશાઓમાં અનેક આશાઓ જગાવી નવી જિંદગી બક્ષનાર સંજીવની...પ્રેમ ની વ્યાખ્યાઓ વ્યક્તિના અનુભવ, અહેસાસ અને લાગણીઓ પ્રમાણે સતત બદલાતી રહે છે.પ્રેમ ની અભિવ્યક્તિ બે પાત્રો વચ્ચેના સંબંધ પર આધારીત છે.સ્રી પ્રેમ માં અંધ બનેલ રાવણે અને પુત્ર પ્રેમમાં અંધ બનેલ ધૃતરાષ્ટ્ર એ  કુળને વિનાશના માર્ગે ધકેલ્યો.

આંધળો પ્રેમ પતન તરફ દોરી જાય છે.માની લીધું કે પ્રેમમાં કોઈ શર્ત નથી હોતી,તો સાથે સાથે અતિશયોક્તિ પણ ન જ હોવી જોઈએ.સંબંધોની સીમારેખા ની બહાર જઈ મનગમતી વ્યક્તિને માત્ર ચાહતા રહેવું એ પ્રેમ.મન ગમતી વ્યક્તિને જોઈ કે તેનું નામ સાંભળી ચહેરા પર સ્મિતનું સ્પંદન અનુભવાય એ પ્રેમ છે.જે નસીબમાં નથી છતાં પણ એને ચાહવું એ સૌથી અઘરી બાબત છે.આજની યુવા પેઢીએ પ્રેમની વ્યાખ્યાને બદલી નાખી છે.પ્રેમની પરાકાષ્ઠા આજની યુવા પેઢીમાં માત્ર દેહસુખ સુધી જ મર્યાદિત બની ને રહી ગઈ છે.આજના ટેકનોલોજી યુગમાં પ્રેમ પણ મોબાઈલ ના સિમ સીમકાર્ડ ની જેમ સતત બદલાયા કરતો હોય છે..

જો કે પ્રેમ મુક્ત છે.( Love is Freeware).પ્રેમ અસીમ છે.કોઈ એક જ વ્યક્તિ પ્રત્યે પ્રેમ સીમિત રહે એ જરૂરી નથી.વ્યક્તિ વ્યક્તિએ પ્રેમ ની પરિભાષા બદલાયા કરતી હોય છે.ભાઈ, બહેન, માતા-પિતા, પુત્ર, દીકરો,દીકરી, સ્નેહીજનો સાથે પ્રેમની નજર સતત પરિવર્તનશીલ રહે છે.શ્રવણ નો માતા-પિતા પ્રત્યેનો પ્રેમ, એકલવ્ય નો ગુરુ પ્રેમ જેવી ઇતિહાસમાં પ્રેમની અનેક ગાથાઓ છે.

જો કે મીરા અને રાધાનો પ્રેમ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.જેમાં અપેક્ષા વિના માત્ર સમર્પણ નો જ ભાવ હતો.રાધા અને મીરાના પ્રેમ સામે ખુદ કૃષ્ણ પણ નતમસ્તક હતા.બસ એ પ્રેમ કે જેની સામે ભગવાન પણ ઝૂકી જાય.જો કે સૌથી પહેલો પ્રેમપત્ર રૂકમણીએ શ્રી કૃષ્ણે લખી તેમની પત્ની તરીકેનું સ્થાન તો મેળવી લીધો પરંતુ કૃષ્ણના હૃદયમાં માત્ર રાધા અને મીરા નું જ સ્થાન રહ્યું છે. જગતમાં આજે પણ પ્રેમના પ્રતિક તરીકે હે રાધા અને મીરા ના કૃષ્ણ પ્રેમની ગાથાઓ ગાવામાં આવે છે.

 આજે I Love U શબ્દનો અર્થ ઘણો બદલાઈ ગયો છે.એવું નથી કે તમે જેને ચાહતા હોય એને જ I Love U કહી શકાય, ખરેખર તો તમારી ખુશી નું કારણ બનનાર વ્યક્તિનો આભાર અને તેના કામ પ્રત્યેની કદર કરવા માટે તમે Love U કહી ને ખુશી વ્યક્ત કરો તો એમાં ખોટું શું છે.?

આજના ટેકનો યુગમાં પ્રેમની પરિભાષા જ નહીં પ્રેમ વ્યક્ત કરવાની રીત જ બદલાઈ ગઈ છે.એક જમાનો હતો જેમાં પ્રેમપત્રો લખાતા, પ્રેમીઓ એકાંતમાં મળતા અને માત્ર બે મીઠા શબ્દોથી એકબીજાને હેત થી તરબોળ કરી દેતા.શુદ્ધતા વધારે અને અશ્લીલતા નહિવત હતી.આજે બધું ઊલટું બની ગયું છે.પ્રેમ નહિવત અને અશ્લીલતા ભરપૂર.આજના યુવા હૈયાઓને પ્રેમ પણ માત્ર મોબાઈલના માધ્યમથી થાય છે જે સીમકાર્ડ ની જેમ બદલાઈ જાય છે.ખેર જાવા દો આજની પેઢીને પ્રેમ નું સાચું મૂલ્ય સમજવા લૈલા-મજનુ, સોનુ-મહિવાલ જેવી ફિલ્મો જોવી ક્યાં નસીબમાં છે...પ્રેમ પવિત્ર હોવો જોઈએ, ગમતી વ્યક્તિ માટે ફના થવાની ભાવના. સંબંધોના સરનામાં વિનાનો પ્રેમ એટલે વફા.