કોમળ આંગળીઓનો સ્પર્શ થતાં જ સાગર એકાએક ચમકીને જાગી ગયો, જોયું તો.....

વફા - એક પ્રેમ કહાની (ભાગ : 5 )

કોમળ આંગળીઓનો સ્પર્શ થતાં જ સાગર એકાએક ચમકીને જાગી ગયો, જોયું તો.....
ફોટો કાલ્પનિક છે (સ્ત્રોત google)
કોલેજ અવર્સ પૂરા થયા બાદ પ્રિન્સિપાલે સાગરને સ્ટાફ રૂમમાં બોલાવ્યો અને તમામ પ્રોફેસરોની એક મિટિંગ લીધી આ મિટિંગમાં પ્રિન્સિપાલ પાઠક સરે નવનિયુક્ત પ્રોફેસર સાગર નો અન્ય પ્રોફેસરો સાથે પરિચય કરાવ્યો અને ત્યારબાદ પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં ગયા. પ્રોફેસરો પણ પોતપોતાના ઘરે જવા માટે રવાના થયા. સાગર પ્રિન્સિપાલ ની પાછળ પાછળ ઓફિસ માં પોતાની બેગ લેવા માટે ગયો.પ્રિન્સિપાલ પાઠક સરે સાગરને કહ્યું, "માય બોય, તારે મારી સાથે આવવાનું છે યાદ તો છે ને ?" સાગરે કહ્યું, " બટ સર, આઈ વીલ મેનેજ." પ્રિન્સપાલે કહ્યું, " નો આર્ગ્યુમેન્ટ માય બોય.લેટ્સ કમ વિથ મી." અને સાગરે ન ઈચ્છવા છતાં પણ પ્રિન્સિપાલ ની સાથે જવું પડ્યું. બંને પાર્કિંગમાં કાર તરફ ગયા.કારમાં અગાઉથી જ એક છોકરી ડ્રાઇવિંગ સીટ પર બેસેલી હતી.આ છોકરી બીજી કોઈ નહિ પણ પ્રિન્સિપાલ સાહેબની દીકરી હતી.બંને કારમાં બેઠા પછી પાઠક સરે કહ્યું, " લેટ્સ સ્ટાર્ટ ધ કાર, નેહા."
 --------------
કારમાં સાગર અને પ્રિન્સિપાલ પાછળ બેઠા હતા.કાર ઉપડી.સાગર મનોમન સમજી ગયો કે આ પાઠક સર ની દીકરી છે, જે કોલેજના પ્રથમ વર્ષમાં છે.આજે પ્રો.સાગરના પ્રથમ લેક્ચરમાં સ્ટોરી સાંભળી ખૂબ રડી હતી.સાગર ને બધું અજુગતું લાગતું હતું.એક અજાણ્યા શહેરમાં કોઈ પારકું આટલું બધું પોતીકાપણું જતાવશે એવી કદાચ સાગરે કલ્પના પણ નહીં કરી હોય.બપોરે 12:30 વાગ્યાના સમયે શહેરમાં થોડું ઘણું ટ્રાફિક હોય એટલે કાર ધીમે ધીમે આગળ વધી રહી હતી.કોઈ કાંઈ બોલતું ન હતું.સાગરની આંખોમાં નીંદર હતી.કારણ કે બસ ની સવારીનો થાક અને રાત્રીનો ઉજાગરો એના ચહેરા પર દેખાતા હતા.
-----------------
એકાએક કાર થોભી.પ્રિન્સિપાલે સાગરને ફંફોસતા   કહ્યું, "ચાલો પ્રોફેસર ઘર આવી ગયું.નીંદર આવે છે કે શું, બેટા ? " સાગર બોલ્યો " ના સર બસ અમસ્તું." સાગર કાર માંથી નીચે ઉતર્યો અને જોયું તો સામે મોટો બંગલો, જાણે કોઈ શાહી મહેલ હોય ! પાઠક સર કાર માંથી ઉતર્યા કે તરત જ એક નોકરે આવી સાહેબની બેગ લઈ લીધી.પછી સાગર પાસેથી પણ બેગ લઈ લીધી.નેહા સીધી ઘરમાં જતી રહી.પાઠક સરે સાગર ને કહ્યું, " માય બોય, હું જાણું છું કે તું થાકી ગયો હોઈશ.એટલે હવે ભોજન લઈ ને ગેસ્ટ રૂમ માં જઇ આરામ કરો.આપણે સાડા ચાર વાગે ગાર્ડનમાં મળીએ "પછી પાઠક સર અને સાગર ઘરમાં પ્રવેશ્યા.સીધા ફ્રેશ થઈ જમવા બેઠા.રસોઇયાએ ભોજન તૈયાર જ રાખેલું હતું.નેહાએ પોતાના હાથે જ ભોજન પીરસ્યું.જમ્યા બાદ પાઠક સરે નેહાને કહ્યું, જા સાગર સર ને ગેસ્ટ રૂમમાં લઈ જા અને એની આરામની વ્યવસ્થા કરી આપ.નેહા સાગરને ગેસ્ટ રૂમ તરફ લઈ ગઈ અને વ્યવસ્થા ગોઠવી આપી.પછી એ પોતાના સ્ટડી રૂમમાં જતી રહી. 
----------------
 
એક સામાન્ય ઘર માં ઉછરેલ અને લાકડાના ખાટલામાં આરામ ફરમાવનાર સાગર આજે લક્ઝૂરિયસ બેડ ઉપર બેઠા બેઠા વિચાર કરતો હતો કે આ પ્રિન્સિપાલ સર ને એવું તે મારામાં શુ દેખાયું હશે કે મને એમના બંગલે લઈ આવ્યા.'ન જાન, ન પહેચાન અને તું મારો મહેમાન ' સાગર વિચારતો વિચારતો ક્યારે સૂઈ ગયો ખબર જ ના પડી.બરાબર 4:30 વાગે કોઈના કોમળ હાથોનો સ્પર્શ થતા જ એકાએક સાગર ચમકીને જાગી ગયો.જોયું તો નેહા હતી. " પાપા ગાર્ડનમાં બેઠા છે,આપની રાહ જુએ છે." સાગર તરત જ બેઠો થઈ ફ્રેશ થઈ સીધો ગાર્ડનમાં ગયો.
-----------------------
પાઠક સર સામે જઇ બેઠો.સરે કહ્યું, " માય બોય કદાચ તને એમ થતું હશે કે મારા ઘરમાં જુવાન જોધ દીકરી હોવા છતાં હું તને મારા ઘરે શા માટે લઈ આવ્યો.સાંભળ, હું એક સાયકોલોજી નો પ્રોફેસર છું.માણસને જોતા જ એના મનને પારખી લઉ છું.ભલે તું આ શહેર માટે અપરિચિત હોય, પણ મેં તારી વાતો પરથી જાણી લીધું કે તારું હૃદય સ્વચ્છ, લાગણીશીલ છે અને મનોવૃત્તિ નિખાલસ છે." સાગર તરત જ બોલ્યો, " સર હું આજીવન આપનો ઋણી રહીશ.બટ સર મનમાં એક સવાલ ક્યારનોય કોરી ખાય છે કે આવડા મોટા બંગલામાં માત્ર આપ અને આપની દીકરી જ રહો છો ? એની મમ્મી, અને બીજા તમારા સંતાનો ?"  સાગરની વાત નો તરત જ જવાબ આપતા પાઠક સરે જણાવ્યું કે નેહા 12 મા ધોરણમાં હતી ત્યારે એની મધર ગંભીર બીમારીમાં સપડાઈ હતી અને કાયમ માટે આ દુનિયા છોડી જતી રહી.મારો એક દીકરો અમેરિકા છે અને મોટી દીકરી કેનેડા છે.આવતા વર્ષે હું રિટાયર્ડ થઈશ એટલે નેહા ના પણ મેરેજ કરી લેવાના છે.નેહા માટે પણ એની પસંદગી મુજબ એન.આર.આઈ.મુરતિયો શોધી લીધો છે. બસ નેહા ની વિદાય બાદ હું પણ દીકરા પાસે જવાનું પ્લાનિંગ કરું છું. નેહા થોડી વધારે ફ્રી માઈન્ડ ની છે.એની માતાના મૃત્યુ બાદ ક્યારેય એની આંખોમાં મેં આંસુ જોયા નથી પણ આજે તમારી સ્ટોરી સાંભળી એની આંખોમાં જે આંસુ આવ્યા એના પરથી મેં તારી શક્તિઓને માપી લીધી હતી." ત્યાં જ નેહા અને બીજી ત્રણ છોકરીઓ ચા-નાસ્તો લઈને આવી.પાઠક સરની વાત અધૂરી રહી ગઈ.
------------------
 
ચા પીતા પીતા પાઠક સરે કહ્યું," જુઓ પ્રોફેસર સાહેબ, આ બધી છોકરીઓને તમારી ટીચિંગ પદ્ધતિનું અવલોકન કરવા મેં તમારા કલાસમાં બેસાડી દીધી હતી.તમારી સ્ટોરી સાંભળનારી આ બીજા વર્ષની સ્ટુડન્ટ છે.આ બધી નેહાની ખાસ ફ્રેન્ડ છે." અને નેહા વચ્ચે જ બોલી, " સર આ બ્લ્યુ ડ્રેસ વાળી સંજના, જે બોલે ઓછું અને વિચારે વધારે.આ વ્હાઇટ ડ્રેસ વાળી મીરલ,જે શાંત અને ગંભીર પણ બોલે એટલે સિક્સર અને આ રેડ ડ્રેસ વાળી બંસરી, જે મારી જેમ બોલે પણ અને હસાવે પણ." સાગર વચ્ચેથી જ બોલ્યો " ચા ખૂબ સરસ છે, શહેરમાં પહેલી વાર આવી ટેસ્ટી ચા પીવા મળી." તરત જ બંસરી બોલી, " સર, ચા સંજના એ બનાવી છે." અને સાગરે સંજના સામે જોઈ કહ્યું, " ખૂબ સરસ " આ એ જ સંજના હતી જેને વહેલી સવારે ગેટ પાસે ઉભેલ સાગરે પ્રિન્સિપાલ વિશે પૂછ્યું હતું.તો વળી સાગરના પ્રથમ લેક્ચર બાદ રીવ્યુ માટે પ્રિન્સિપાલની ઓફીસમાં જે બે છોકરીઓ ગઈ હતી એમાં એક નેહા અને બીજી આ જ સંજના હતી.સાગરને આ ત્રણેય છોકરીઓના દેખાવ અને વર્તન પરથી સંસ્કારી પરીવારની હોય એમ લાગ્યું
---------------------
 
ચા નાસ્તો પૂરો થયા પછી નેહા બોલી પપ્પા અમે લોકો મૂવી જોવા જઈએ છીએ.સાંજે થોડું મોડું થશે.અમે લોકો બહાર જમી લઈશું.પાઠક સરે કહ્યું, મિસ્ટર સાગર, તમને મૂવી જોવાનો શોખ છે કે નહીં ? " સાગરે કહ્યું, " સર ગામડે કદી થિયેટર જ નથી જોયું.ક્યાંક ટીવીમાં મૂવી જોયેલ.એમ પણ મને જોવા કરતાં વાંચવાનો અને લખવાનો શોખ વધારે છે." ત્યાં જ સંજના બોલી, " નેહા હવે, આપણે થિયેટર જવાની જરૂર નથી.ફિલ્મના નિર્માતા તો આપણી સામે જ છે, સાગર સર. આજે એમની પાસેથી સ્ટોરી સાંભળીએ.એમ પણ આજે કલાસમાં આપણને બહુ રડાવ્યા છે. તો હવે થોડું હસી લઈએ." અને તરત જ બંસરી બોલી, " હા નેહા આજે સરની સ્ટોરી સાંભળીએ." ત્યાં પાઠક સરે કહ્યું, "ગુડ આઈડિયા ડિયર ગર્લ્સ.લેટ્સ ગો ટુ સ્ટડી રૂમ.સાગર પ્લીઝ લીસન ધેમ અ સ્ટોરી.યુ આર ગુડ સ્ટોરી ટેલર.હું શહેરમાં થોડું કામ છે તો જઈને આવું છું.સાંજે ડિનર સાથે લઈશું.સંજના, બંસરી, મીરલ તમારા પેરેન્ટ્સને ફોન કરી જણાવી દેજો કે આજે તમે લોકો અહીં નેહા સાથે ભોજન લેવાના છો." અને ત્રણેય સાથે બોલ્યાં, " ઓકે સર, થેંક્યું."
---------------------
પછી નેહા અને એની ફ્રેન્ડ સ્ટડી રૂમમાં ગઈ.સાગરે પાઠક સર ને કહ્યું, " સર તમારા જેવા વ્યક્તિ આ દુનિયામાં ખૂબ ઓછા હશે.આપ કેટલા નિખાલસ છો.આપનો પ્રેમાળ સ્વભાવ જોઈ મને એવું નથી લાગતું કે હું કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે છું.એવું ફીલ કરું છું જાણે વરસો જૂનો સંબંધ હોય." પાઠક સરે કહ્યું, " કુદરતે મને ઘણું આપ્યું છે ત્યારે હવે આ ઢળતી ઉંમરે મારા જીવનનો હેતુ બસ જરૂરિયાત મંદ લોકોને મદદ કરવા સિવાય બીજો શો હોઈ શકે ? " એમ બોલી પાઠક સર ઉભા થયા અને સાગરને સ્ટડી રૂમમાં જવા કહ્યું.સાગર પણ ઉભો થઇ સ્ટડી રૂમમાં ગયો.નેહા અને એની ફ્રેન્ડ ઉભી થઇ સર ને બેસવા કહ્યું.સાગરે બેઠક લીધા બાદ ચારેય જણ સાગરની સામે ગોઠવાઈ ગઈ.મીરલ અને નેહા સાગરની  બંને બાજુમાં તો સંજના અને બંસરી સાગરની સામે બેઠાં.
                                               - જશવંત પટેલ