સુરત : આચાર સંહિતા પહેલા શહેરના વિકાસ કાર્યો ને વેગ આપવા મ્યુનિસિપલ કમિશ્નર કટિબદ્ધ
આવતા અઠવાડિયે વિવિધ સમિતિઓની બેઠક બોલાવાશે.
આચાર સંહિતા પહેલા વિકાસ કામો મંજુર કરાવવા પાલિકામાં ધમધમાટ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : તાજેતરમાં હિમાચલ પ્રદેશની ચૂંટણી ની તારીખો જાહેર થતા ની સાથે જ હવે ગુજરાતમાં પણ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે જેથી આચાર સંહિતા લાગે તે પહેલા વિકાસ કર્યો મંજુર કરાવવા પાલિકામા ધમધમાટ ચાલી રહ્યો છે . આચાર સંહિતાને કારણે વિકાસ કામો અટકી નહી પડે તે માટે વહીવટી તંત્ર અને ચુટાયેલી પાંખે સંયુકત કવાયત હાથ ધરી છે .
પાલિકા કમિશનર શાલીની અગ્રવાલે આજે પ્રાથમિક સુવિધાના ૩૩ કામોની ફાઇલ સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપી છે . આગામી સપ્તાહમાં સ્થાયી ઉપરાંત વિવિધ સમિતિઓની બેઠક બોલાવી કામોને મંજુરી આપવામાં આવશે . ચુટણી આચાર સંહિતા પહેલા તમામ કામો મંજુર થાય તે દિશામાં પાલિકાએ પ્રયાસ હાથ ધર્યા છે .
આ ઉપરાંત વિવિધ કામોના અંદાજો આચાર સંહિતા પહેલા મંજુર થાય તે માટે આવતા અઠવાડિયે વિવિધ સામાન્ય સભામા વધારાના કામ તરીકે મજુર કરવામાં આવશે . સામાન્ય સભામાં અંદાજ મંજુર થતા પાલિકા વિકાસ કામો માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી શકશે . આચાર સંહિતાને કારણે ઓછામાં ઓછુ કામ અટકે તે દિશામાં પાલિકાના પ્રયાસો ચાલી રહ્યા છે . સમિતિઓની બેઠક બોલાવવામાં આવશે . પાલિકા કમિશનરે વિકાસ કામોના અંદાજની ફાઇલો ફટાફટ સંબંધીત સમિતિઓને મોકલવા સુચના આપી છે . ૨૧ મી ઓકટોબરના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી છે .