વડોદરા : નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની એક્શનમાં : શહેરને ગંદુ કરનારાઓ પાસેથી વસૂલ્યો દંડ

વડોદરા : નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની એક્શનમાં : શહેરને ગંદુ કરનારાઓ પાસેથી વસૂલ્યો દંડ

વડોદરા પાલિકા નો ચાર્જ સંભાળ્યા બાદ  મ્યુ.કમિશનર બંછાનિધિ પાની એક્શન મોડમાં....

વડોદરાને ચોખ્ખું કરવા જાહેરમાં ગંદકી કરનારા પાસે કરાશે દંડની વૂસલાત...

 રસ્તા પર કાર ધોનાર 8 લોકો સહિત જાહેરમાં ગંદકી કરનાર 90 લોકોને દંડ ફટકારાયો...

એક જ દિવસમાં 63000નો દંડ ફટકારાયો...

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : તાજેતરમાં સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાના કમિશ્નર ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછા નિધિ પાનીને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. ત્યારે નવ નિયુક્ત કમિશ્નર બંછા નિધિ પાની એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સંભાળતા ની સાથે જ તંત્રને ગતિશીલ કરી દીધું છે.

તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા નો ચાર્જ સંભાળનાર નવનિયુક્ત કમિશનર બંછા નિધિ પાનીએ શહેરને સ્વચ્છ રાખવા માટે ના પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં જાહેરમાં ગંદકી કરનાર સામે લાલ આંખ કરી હતી અને દંડ વસૂલવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપ રસ્તા ઉપર પોતાની ફોર વ્હિલર કારની સફાઈ કરનાર 8 લોકો સહિત શહેરને ગંદુ કરનારા 90 લોકો પાસેથી  એક જ દિવસમાં રૂપિયા 63 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકા કમિશનર દ્વારા ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરતા ની સાથે જ ગંદકી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.