ગરીબોને અપાતા કોળિયાનો સોદો! ગુજરાતમાં અહીં ફરી ઝડપાયું સરકારી અનાજનું મસમોટું કૌભાંડ
Mnf net work : સુરત જિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતું સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતું કૌભાંડ ઝડપાયું છે. ટ્રક અને ત્યારબાદ મસમોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે. હરિયાણા અને ગુજરાત સરકારની અનાજની બોરીઓ મળી આવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી અનાજ માફિયા ચન્ડ્રેસ ખતીકને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ગરીબોને કોળિયા ના રૂપે અનાજ આપવામાં આવે છે. એક વખત નહિ પરંતુ અનેક વખત સુરત જિલ્લા માંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું રહેતું હોય છે. સુરત માં બે દિવસ માં ના સમયાંતર માં બે જગ્યાએથી મસમોટું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ નો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકે માંગરોળના પીપોદરા જી.આઈ.ડી.સી માંથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો. ટ્રક માં પાંચ નહિ દસ નહિ પરંતુ ૧૫૬ ઘઉં અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી. ટ્રક ડ્રાયવર ને ઝડપી પાડતા તેની પૂછપરછ કરવામાં આવતા આ ટ્રક ગોધરા થી અન્ય ટ્રક અનાજ નો જથ્થો આવ્યો હતો. અને ત્યાથી ટ્રક માં અનાજ નો જથ્થો પલ્ટી કરી અહીં લાવ્યો હોવાનું જણાવ્યું હતું. હકીકત આધારે સવારે માંગરોળ મામલતદાર અને કોસંબા પોલીસે ગોડાઉન તોડ્યું હતું. અને ગોડાઉન સ્ટર તોડતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા. ગોડાઉન માં ૧૦૦ નહિ ૨૦૦ નહીં પણ ૧૨૮૩ કોથળા ઘઉં ના મળી આવ્યા હતાં.