દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું ડેસ્ટીનેશન
Mnf net work : 27 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ પ્રવાસન દિવસ, આમ તો ગુજરાતમાં એવા અનેક સ્થળ છે જ્યાં બારે મહિના પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.
સૌરાષ્ટ્રનીસૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, ગિરના જંગલો, ચોટીલા, હર્ષદ, માટેલ, ઘેલા સોમનાથ, વીરપુર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ તોરલ સમાધી, ધોળાવીરા, રણોત્સવ, ખીજડીયા પક્ષી અભ્યારણ, પીરોટન ટાપુ, નરારા ટાપુ, શિવરાજપુર બીચ, પીંડારા, ઓસમ ડુંગર, બરડો ડુંગર, વિર માંગળાવાળાની જગ્યા, કિલ્લેશ્વર સહિતના સ્થળો સહેલાણીઓમાં લોકપ્રિય છે.
સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો, પર્વતો, જંગલો અને રણ પ્રદેશ, ઐતિહાસિક સ્થળો આવેલા છે.
રાજકોટઃસૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટ કાઠિયાવાડ તરીકે પણ પ્રસિધ્ધ છે તેને ૮ જિલ્લાની બોર્ડેર સ્પર્શે છે. રાજકોટમાં મહાત્મા ગાંધી જ્યાં ૮ વર્ષ અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ સ્કુલ હવે વૈશ્વિક કક્ષાના ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત થઇ ચૂકી છે.
રાજકોટનો દરબાર ગઢ, રણજીત વિલાસ પેલેસ, સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર, ઈશ્વરીયા પાર્ક, અતિ અદ્યતન રીજીયોનલ સાયન્સ સેન્ટર, રામ વન, પ્રદ્યુમન પાર્ક, અંગ્રેજોના શાસનકાળમાં રાજકુમારોના શિક્ષણ માટે શરૂ કરેલ રાજકુમાર કોલેજ, ખાદી સહિતની રચનાત્ક ગાંધીજી સ્થાપિત રાષ્ટ્રિય શાળા, રાંદરડા તળાવ, રેસકોર્સ, આજી અને ન્યારી ડેમ, બાલભવન, રેસકોર્ષ, જયુબેલી ગાર્ડન સહિતના અનેક પર્યટક સ્થળો આવેલ છે. જયારે જિલ્લામાં આવેલ વિવિધ સ્થળોમાં ઘેલા સોમનાથ, ઓસમ ડુંગર, સંત શિરોમણિશ્રી જલારામ બાપાનું વીરપુર, રાજા સિધ્ધરાજના માતા મીનળદેવીએ બંધાવેલ મીનળ વાવ, શક્તિવન, કાગવડ, ખંભાલીડાની બૌધ્ધ ગુફાઓ, જેતપુર પાસેનો ભાદર ડેમ, ગોંડલનું સ્વામીનારાયણ મંદિર, ભૂવનેશ્વરી મંદિર, નાથાભાઇ જોષી સ્થાપિત રમાનાથ મંદિર, હિંગોળગઢ અભ્યારણ્ય અને કિલ્લો, દેશ-વિદેશની ઢીંગલીઓનું ડોલ્સ મ્યુઝિયમ, ઇ.સ. ૧૮૫૬માં સ્થાપાયેલી ૧૬૦ વર્ષ જૂની લેંગ લાઇબ્રેરી સહિતના સ્થળો અહીં આવેલા છે. રાજકોટ, ધેલા સોમનાથ અને ઓસમ પાટણવાવમાં ભરાતા લોકમેળા પણ સુપ્રસિધ્ધ છે.