ઊંઝા : પૂર્વ પાલિકા પ્રમુખ દિક્ષિત ભાઈ પટેલના એક પત્ર એ કરી કમાલ : સર્વે માટે અપાયા આદેશ
ઊંઝા થી સુરત એસી વોલ્વો બસ શરૂ કરવાની હિલચાલ શરૂ : ટ્રાફિક નો સર્વે કરવા અપાયો આદેશ
પૂર્વ ન.પા. પ્રમુખ દીક્ષિત ભાઈ પટેલે 16 ઓક્ટોબર,2024 ના રોજ વાહન વ્યવહાર મંત્રી ને લખ્યો હતો પત્ર...
પત્રમાં ઊંઝા થી સુરત એસી વોલ્વો બસ શરૂ કરવા કરી હતી માગણી...
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે 16 ઓક્ટોબર, 2024 ના રોજ ઊંઝા થી સુરત સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવા માટે માગણી કરતો પત્ર રાજ્ય માર્ગ વાહન વ્યવહાર મંત્રીને લખ્યો હતો. જે સંદર્ભે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એક્શન મોડ માં આવ્યું છે અને ઊંઝા થી સુરત વોલ્વો બસ માટેના ટ્રાફિકનો સર્વે કરવા માટે મહેસાણા ડિવિઝન ને પત્ર પાઠવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રીને લખેલ પત્ર રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને મળતા ની સાથે જ રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહેસાણા એસ ટી નિગમને ઊંઝા થી સુરત માટે એસી વોલ્વો બસ શરૂ કરવા ટ્રાફિકનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે મહેસાણા એસટી ડિવિઝનમાં હાલમાં કોઈપણ એસી વોલ્વો બસ ની સગવડ ઉપલબ્ધ નથી ત્યારે પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે ઊંઝા ને એસી વોલ્વો બસ ફાળવવા માટે કરેલી માંગણી ને લઈને ધારાસભ્ય અને સાંસદ પણ એક્શન મોડ માં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં મહેસાણા ડિવિઝનને પણ એસી વોલ્વો બસ પ્રાપ્ત થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.