સુરત એસ. ટી.વિભાગ દ્વારા વિશ્વ પરિવહન દિવસની અનોખી ઉજવણી કરાઇ

સુરત એસ. ટી.વિભાગ દ્વારા વિશ્વ પરિવહન દિવસની અનોખી ઉજવણી કરાઇ

સુરત એસટી વિભાગ દ્વારા વિશ્વ પરિવહન દિવસની ઉજવણી 

અધિકારીઓએ મુસાફરોને ગુલાબ અને ચોકલેટ આપી કરી અભિવાદન 

વધુમાં વધુ એસટી પરિવહનનો લાભ ઉઠાવવા કરી અપીલ 

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :   આજ  રોજ " વિશ્વ પરિવહન દિવસ " નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ કરવામાં આવ્યો હતો જેમાં બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસમાં મુસાફરી કરી રહેલ મુસાફરોને એસ. ટી .વિભાગ સુરતના અધિકારીઓએ ગુલાબ તેમજ ચોકલેટ આપીને લોકોને અભિનંદન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ " વિશ્વ પરિવહન દિવસ " હોઈ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજર બી.ટી પટેલ, સ્ટેન્ડ ઇન્ચાર્જ પી.સી.પટેલ, જયપાલસિંહ સોઢા, દેવ્યાંગ પટેલ દ્વારા બસ માં મુસાફરી કરવા બદલ મુસાફર જનતાનો આભાર માની ચોકલેટ તેમજ પુષ્પ આપી અભિવાદન કર્યું તેમજ એસ.ટી.ની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું જેથી વધારેમાં વધારે જનતા એસ.ટી.બસનો ઉપયોગ કરે અને પ્રદુષણ માં ઘટાડો થવામાં મદદરૂપ થાય.