અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અંગે અમિત શાહનું મોટું નિવેદન

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અંગે અમિત શાહનું મોટું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નરેન્દ્ર મોદીની સરકારે અયોધ્યામાં રામ મંદિરના બાંધકામ માટેનો માર્ગ મોકળો કરીને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું સપનું સાકાર કર્યું છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. કલ્યાણ સિંહની પુણ્યતિથિએ યોજાયેલા એક સમારોહમાં બોલતાં અમિત શાહે ભાજપના કાર્યકરોને જણાવ્યું હતું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં યુપીની લોકસભાની તમામ 80 બેઠકો જીતવું જ 'બાબુજી'ને ખરી શ્રદ્ધાંજલિ ગણાશે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવું એ ભાજપના સ્વર્ગીય કદાવર નેતા કલ્યાણ સિંહના વારસાની ભેટ છે.કલ્યાણ સિંહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવાના હેતુને સર કરવા માટે મુખ્યમંત્રી તરીકે તેમના હોદાનું બલિદાન આપ્યું હતું. તેમનું બલિદાન તેમના આદર્શો પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાને લગતું હતું. 

નવું રામ મંદિર એ બાબુ કલ્યાણ સિંહજીના સપનાની પ્રાપ્તિની યાદગિરી બની રહેશે. આનાથી તેમની આત્માને શાંતિ મળશે. આ સરકાર પીએમ મોદીના વિકાસના મોડેલ અને 'મેક ઇન ઇન્ડિયા'ના તેમના વિઝનથી આકાર પામી છે.' આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગૃહમંત્રી યોગી આદિત્યનાથ તેમજ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક હાજર રહ્યા હતા.