શિક્ષણ મંત્રીની દાદાગીરી : ના જોડાવું હોય તો ઘરે બેસી રહો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાગુ કરવાની જાહેરાતને લઈને સમગ્ર રાજ્યના શિક્ષિત વર્ગમાં ભારે વિરોધનો વંટોળ શરૂ થયો છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સભ્યતાનું ભાન ભૂલીને રજૂઆત કરવા ગયેલા શિક્ષિત ઉમેદવારોને મન ફાવે તેમ દાદાગીરી ભર્યા જવાબો આપતા સંભળાય છે.
વાયરલ વીડિયોમાં શિક્ષણ મંત્રી દ્વારા ઉચ્ચારાયેલ વાક્ય '....જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો.' એ શિક્ષણ મંત્રીની દાદાગીરી ભરી ભાષા પ્રતિત કરે છે. જોકે રજૂઆત કરવાનો સૌ કોઈને અધિકાર છે.પરંતુ રજૂઆત માટે આવેલા લોકોને તોછડી અને અસભ્યતા ભરી ભાષામાં જવાબ આપવો એ એક મંત્રીને કેટલું શોભે? એ તો એમને જ સમજવાનું રહ્યું.ત્યારે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલે છે કે જો ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થાય તો દિવાળી આસપાસ મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ છે.જેમાં કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે.