ઊંઝા : ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સૌથી મોટા સમાચાર
ઊંઝા બેઠક ઉપર ભાજપના ઉમેદવારે 16.87 લાખ, આપના ઉમેદવારે 10.45 લાખ અને કોંગ્રેસના ઉમેદવારે 8.66 લાખ ખર્ચ કર્યો
ઊંઝામાં જામ્યો છે ત્રિ પાંખીયો જંગ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવારોએ ત્રણ તબક્કામાં ખર્ચ રજૂ કર્યા છે . જેમાં સૌથી વધુ ભાજપના ઉમેદવારે ૧૬.૮૭ લાખ ખર્ચ દર્શાવ્યો છે . જ્યારે કોંગ્રેસના ઉમેદવારે ૮.૬૬ લાખ અને આપના ઉમેદવારે ૧૦.૪૪ ખર્ચ દર્શાવ્યો છે .
ઊંઝામાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી અને ભાજપે છેલ્લે સુધી મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.
ઊંઝા વિધાનસભાની ચૂંટણી લડી રહેલા સાતેય ઉમેદવારોએ ત્રણેય તબક્કા સહિતનો કુલ થયેલ ખર્ચનો હિસાબ રજૂ કર્યો છે . જેમાં કુલ ખર્ચના સંદર્ભે હાલમાં ભાજપે સૌથી વધુ ૧૮.૬૭ લાખ , આમ આદમી પાટીએ ૧૦.૫૪ લાખ અને કોંગ્રેસે સૌથી ઓછો ખર્ચ ૮.૬૬ લાખ રૂપિયા જાહેર કરે છે . જ્યારે અન્ય ઉમેદવારોએ માંડ પચ્ચીસથી ચાલીશ હજારનો ખર્ચ દર્શાવેલ છે ઉપરોક્ત ત્રણ રાજકીય પક્ષો સિવાય અન્ય ઉમેદવારો ખર્ચની બાબતમાં ખૂબ જ કરકસર ભરી ચૂંટણી લડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે .