ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે રેમ ડેસીવર ઇન્જેક્શન અંગે કરી માંગ :APMCની ખેડૂતો માટે માસ્ક વિતરણને લઈ મહત્વની જાહેરાત

ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે રેમ ડેસીવર ઇન્જેક્શન અંગે કરી માંગ :APMCની ખેડૂતો માટે માસ્ક વિતરણને લઈ મહત્વની જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  હાલમાં ઉત્તર ગુજરાતમાં પણ કોરોના નું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ઊંઝામાં પણ કોરોના ના કેસો નોંધાતા ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો.આશાબેન ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ ડીડીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડો. આશાબેન પટેલ દ્વારા રેમડેસીવર ઇન્જેક્શન ઊંઝા સિવિલને પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવે એવી માગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ ઊંઝા એપીએમસી દ્વારા ગંજ બજારમાં પોતાનો પાક  વેચવા આવનાર ખેડૂતોમાં બે લાખ જેટલા માસ્ક નું વિતરણ કરવામાં આવશે એમ APMC ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું.

ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઇ પટેલના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને આગામી તારીખ 10 એપ્રિલ અને 11 એપ્રિલ એમ બે દિવસ ઊંઝા ગંજ બજાર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જેની દૂરથી તેમજ સ્થાનિક લેવલે થી આવતા ખેડૂતો અને વેપારીઓ એ ખાસ નોંધ લેવી. તો વળી ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીન્કુ બેન પટેલના જણાવ્યા મુજબ શહેરમાં કોરોના નું સંક્રમણ અટકે તે માટે ઊંઝાના વેપારીઓની સાથે થયેલી એક મહત્વની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે 10 એપ્રિલ અને 11 એપ્રિલ એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ ઊંઝા નું સંપૂર્ણ બજાર બંધ રહેશે.