Breaking : ઊંઝા APMC ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલની GST કરચોરીમાં ધરપકડ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : છેલ્લા ઘણા સમયથી ઊંઝામાં જીએસટી કરચોરી ને લઈને જીએસટી અધિકારીઓ સપાટો બોલાવી રહ્યા છે ત્યારે અગાઉ કરોડોના જીએસટી કર ચોરી કૌભાંડ માં અનેક કરચોરો ઝડપાયા હતા. જેમાં આજે વધુ એક જીએસટી કર ચોરી કૌભાંડમાં સંડોવાયેલા ઊંઝા એપીએમસીના ડિરેક્ટર સંજય પટેલ ઉર્ફે શંકર પટેલની ધરપકડ કરાતા ખળભળાટ મચી ગયો છે.
શંકર પટેલ દ્વારા બેનામી પેઢીઓ બનાવી સરકાર ને લાખો નો ચુનો લગાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. શંકર પટેલ લાંબા સમયથી બોગસ પેઢીઓ ઉભી કરી સરકાર ને ચૂનો લગાવતો હતો.ખોટા ઇ વે બિલ અને ખોટી પેઢીઓ ઉભી કરવાના રેકેટમાં મુખ્ય સૂત્રધાર છે સંજય ઉર્ફે શંકર પટેલ ની ધરપકડ કરાઈ છે.