ભ્રષ્ટાચારી ભાજપનાં મેયર ગણતરીના સેકંડોમાં કેમ સભા સમાપ્ત કરી ભાગ્યાં? વિપક્ષ નેતા બન્યા આક્રમક

ભ્રષ્ટાચારી ભાજપનાં મેયર ગણતરીના સેકંડોમાં કેમ સભા સમાપ્ત કરી ભાગ્યાં? વિપક્ષ નેતા બન્યા આક્રમક

મહેસાણા: મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર અંદાજે 30 સેકન્ડમાં પૂર્ણ કરી દેવામાં આવતાં વિરોધ પક્ષે ભાજપના શાસન સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. વિરોધ પક્ષના નેતા અમિત પટેલે આરોપ લગાવ્યો કે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના સભા સમાપ્ત કરી દેવામાં આવી, જે લોકશાહી મૂલ્યોનું હનન છે.

અમિત પટેલે જણાવ્યું કે મહાનગરપાલિકાની સામાન્ય સભા લોકોના પ્રશ્નો, વિકાસના મુદ્દાઓ અને નાગરિકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટેનું મહત્વપૂર્ણ મંચ છે. પરંતુ ભાજપના શાસકો દ્વારા ચર્ચા ટાળીને સભા તાત્કાલિક પૂર્ણ કરી દેવામાં આવી, જેના કારણે પ્રજાના પ્રશ્નો અધૂરા રહી ગયા.

તેમણે આક્ષેપ કર્યો કે, "જે લોકોએ મત આપીને ભાજપને સત્તા સોંપી છે, તે જ લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે હવે ભાજપના પદાધિકારીઓ પાસે સમય નથી રહ્યો. લોકશાહીમાં ચર્ચા અને જવાબદારી જરૂરી છે, પરંતુ ભાજપ ચર્ચાથી ભાગી રહ્યું છે."

અમિત પટેલે વધુમાં મેયર પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે મેયર ભ્રષ્ટાચારના મુદ્દાઓ અને લોકસમસ્યાઓના પ્રશ્નોથી ડરી ગયા છે અને જવાબ આપવાના બદલે સભા સમાપ્ત કરી દીધી. તેમણે આરોપ મૂક્યો કે મેયરે લોકહિતના પ્રશ્નોથી બચવાનો પ્રયાસ કર્યો છે.

વિરોધ પક્ષના નેતાએ ભાજપ સરકારને નિશાન બનાવતાં કહ્યું કે આજે ભાજપ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયું છે. લોકોના પ્રશ્નોના ઉકેલને બદલે ચર્ચા ટાળવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે.