ઊંઝા : APMC માં સરકારના ચંચુપાત મુદ્દે સ્થાનિક નેતાએ ઠાલવ્યો રોષ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી માં ચૂંટણી પૂરી થયાને ઘણા મહિનાઓ જેટલો સમયે વીતી ગયો છતાં પણ સરકાર ચૂંટાયેલી બોડીને પ્રતિનિધિત્વ કરવા દેતી નથી. જેને પરિણામે સ્થાનિક સહકારી પ્રતિનિધિત્વના અભાવે વેપારીઓ અને ખેડૂતોની સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે.
જોકે એપીએમસી એ એક સહકારી સંસ્થા છે. ખેડૂતો સહભાગી સંસ્થા છે અને આ ખેડૂતોની સંસ્થામાં સરકાર ચંચુપાત કરીને ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને વેપારીઓ સહિત એપીએમસીની કમર ભાગી નાખવા માગતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે આ મુદ્દે ઊંઝાના સ્થાનિક અગ્રણીઓ તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ત્યારે ઊંઝા નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજિક અગ્રણી ભાવેશ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોક્સ ને જણાવ્યું હતું કે, "એશિયાની સૌથી મોટી ઊંઝા APMC સાથે સમગ્ર ઊંઝા વિધાનસભા પંથકનું ભાવિ જોડાયેલું છે. ત્યારે આ સહકારી સંસ્થામાં ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિતીત્વ ના અભાવ ને કારણે ઊંઝા APMC માં સ્થાનિક વેપારીઓ અને આવનાર ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ઊંઝા APMC એ ઊંઝા પંથકની વિકાસની જીવાદોરી છે. ત્યારે APMC મા સરકાર ચંચુપાત બંધ કરીને ચૂંટાયેલી બોડીને પ્રતિનિધિત્વ સોંપે એ વર્તમાન સમયની માંગ છે."