ઊંઝા : એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે માનવતા મહેકાવી : જાણીને કરશો પ્રશંસા
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસી દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા તાજેતર માં 'સેવા પરમો ધર્મ 'ઉક્તિ ને ખરા અર્થમાં સાકાર કરી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાં વધુ પડતા વરસાદના કારણે અજમેર થી દાદર વાળી ટ્રેન રાત્રે ૨.૦૦ વાગે ઊંઝા રેલવે સ્ટેશન પર આશરે ૯.૦૦ કલાકથી રોકાઈ હતી.
ત્યારે મુસાફરોની સહાયતા માટે લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલને જાણ કરતાં તરત જ આશરે ૨૦૦૦ પ્રવાસીઓને એપીએમસી ઊંઝા દ્વારા ચા-પાણી, બિસ્કીટ અને કેળાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી. આ બદલ સૌ પ્રવાસીઓએ લાયન્સ ક્લબ ઊંઝા અને એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.