લ્યો બોલો ! સી.આર.પાટીલ 156 માંથી માત્ર આ બે ધારાસભ્યો ને જ ફોલો કરે છે ! જાણો કોણ છે આ બે દિગ્ગજ નેતા ?

લ્યો બોલો ! સી.આર.પાટીલ 156 માંથી માત્ર આ બે ધારાસભ્યો ને જ ફોલો કરે છે ! જાણો કોણ છે આ બે દિગ્ગજ નેતા ?

સી.આર.પાટીલ તેમના ફેસ બુક પેજ પર માત્ર 12 એકાઉન્ટને જ follow કરે છે

ગુજરાતના 156 ધારાસભ્યો પૈકી માત્ર ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ને જ તેઓ ફોલો કરે છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : 21 મી સદીના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્રચાર, પ્રસાર અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટેનું એક મહત્વનું માધ્યમ રહ્યું છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં કોણ કોને ફોલો કરે છે અને કોના કેટલા ફોલોઅર છે એ પણ એક મહત્વનો ચર્ચાનો વિષય રહેતો હોય છે.

જોકે સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક માનવામાં આવે છે ત્યારબાદ ટ્વીટર એટલે કે એક્સ, instagram સહિતના વિવિધ પ્લેટફોર્મ પ્રચલિત બન્યા. Facebook એ સૌથી જૂનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યારે આજે પણ facebook ની લોકપ્રિયતા અકબંધ રહી છે.

ગુજરાતમાં ભાજપે સૌપ્રથમ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો ઉપયોગ કર્યો હતો. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપના મોટાભાગના નેતાઓના ફેસબુક પેજ પર વિવિધ માહિતીઓ અવારનવાર અપલોડ થતી હોય છે આ ઉપરાંત ગુજરાત ભાજપના નેતાઓ પોતાના ફેસબુક પેજ પર કેટલા વ્યક્તિઓને ફોલો કરે છે એ વાતને પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે.

ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની વાત કરીએ તો સીઆર પાટીલ પોતાના ફેસબુક પેજ પર ગુજરાત ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી માત્ર બે જ નેતાઓને ફોલો કરી રહ્યા છે. પાટીલ ના હાલમાં  592k ફોલોઅર છે.જ્યારે પાટીલ માત્ર 12 ને જ  ફોલો કરે છે. જેમાં ગુજરાત ભાજપના 156 MLA પૈકી માત્ર અને માત્ર બે જ નેતાઓને તેઓ ફોલો કરી રહ્યા છે જેમાં એક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બીજા હર્ષ સંઘવીને તેઓ ફોલો કરી રહ્યા છે. નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં ભાજપના 156 ધારાસભ્ય છે. જેમાં પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી ને તો ફોલો કરવા જ રહ્યા. આ સિવાય પાટીલ માત્ર એક જ ધારાસભ્ય હર્ષ સંઘવીને તેઓ ફોલો કરે છે. એટલે જ કદાચ હર્ષ સંઘવીને પાટીલના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે.

સી..આર.પાટીલ જેમને follow કરે છે 12 નામોની યાદી.....

1.ઓમ બિરલ

 2.જે.પી.નડ્ડા

 3.સીએમઓ ગુજરાત

 4.ભૂપેન્દ્ર પટેલ

 5.અમિત શાહ

 6.ભારતીય જનતા પાર્ટી (BJP)

 7.પીએમઓ ઈન્ડિયા

 8.નરેન્દ્ર મોદી

 9.રાજનાથ સિંહ

10.ભાજપ ગુજરાત

 11.હર્ષ સંઘવી

 12. RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (આરએસએસ)