ઊંઝા : ધારાસભ્ય રહી રહીને જાગ્યા : રેલ્વે રાજ્યમંત્રી ને લખેલો પત્ર માત્ર પબ્લિસિટી સ્ટંટ બની રહેશે કે પછી ...?
ઊંઝા ના ધારાસભ્યએ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ને લખ્યો પત્ર
પાલનપુર થી સુરત ની ઇન્ટરસિટી ટ્રેન દોડાવવા કરી માંગ
ધારાસભ્ય રહી રહી ને જાગ્યા !
લોકસભાની ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે જાહેર
રહી રહી ને લખેલો પત્ર પબ્લિસિટી સ્ટંટ કે શું ?
જે માગણી યોગ્ય સમયે થવી જોઈતી હતી તે હવે રહી રહીને કરવાનો શો અર્થ ?
ચૂંટણી પંચ દ્વારા ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરાતા આવી શકે છે આચાર સંહિતા
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝાના ધારાસભ્ય દ્વારા રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ ને પત્ર લખીને પાલનપુર થી સુરતની ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવાની માગણી કરવામાં આવી છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે, સમગ્ર ઉત્તર ગુજરાત થી સુરત અને દક્ષિણ ગુજરાતમાં બહુજ મોટી સંખ્યામાં લોકો નોકરી-ધંધાર્થે વસવાટ કરી રહ્યા છે. અને દિનપ્રતિદિન તેની સંખ્યામાં વધારો થતો જાય છે. સદર ધસારાને પહોંચી વળવા ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા જુદા જુદા રૂટો ઉપર બસો દોડાવવામાં આવે છે અને ખાનગી લકઝરી બસો પણ મોટા પ્રમાણમાં ચાલી રહી છે.
રેલ્વે દ્વારા પણ વડનગર થી વલસાડની એક ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. છતાં પણ વધતાં જતાં પેસેન્જરોના ટ્રાફિકને પહોંચી વળી શકાતું નથી તદુપરાંત બાય રોડ જતી એસ. ટી. બસો કે ખાનગી વાહનોને રોડ ઉપરના ટ્રાફિકને લીધે પહોંચવામાં ખુબજ વધુ સમય થતો હોય છે.તો સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વચ્ચેના વધતાં જતાં પેસેન્જરોના ટ્રાફિકને પહોંચી વળવા સવારના સમયે પાલનપુરથી ઉપડી સુરત સુધી ઇન્ટરસીટી ટ્રેન શરુ કરવામાં આવે તો લોકોને ઘણી સારી અને આરામદાયક મુસાફરી કરવાની સગવડ ઉપલબ્ધ થશે.