ઊંઝા : સોશ્યલ મીડિયામાં વાયરલ મેસેજને લઇ ધારાસભ્ય અને પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ !
સોશ્યલ મીડિયામાં વાયરલ મેસેજ ને લઇ પોલીસ અને ધારાસભ્યની કામગીરી સામે ઉઠ્યા સવાલ
મેસેજમાં ઊંઝામાં નશીલા પદાર્થો અને દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો ઉલ્લેખ
સોશ્યલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવા સામાજિક કાર્યકરે નશાબંધી માટે કરી પહેલ
મેસેજ માં સામાજિક કાર્યકર અને નિવૃત્ત અધિકારી જયંતીભાઈ પટેલે નશીલા પદાર્થો થી યુવાનોને દૂર રહેવા કરી અપીલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝામાં નસીલા પદાર્થોનું વેચાણ થતો હોવાનો ઘટસ્ફોટ એક સામાજિક કાર્યકર અને વર્ગ-૨ ના નિવૃત્ત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં તેમના નામે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે જેમાં યુવાધનને નશીલા પદાર્થોથી દૂર રહેવા માટે અને સરકારી તંત્રને કડક હાથે કામ લેવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ઊંઝામાં કાયદો અને વ્યવસ્થા નબળી પડી રહી છે. ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના પ્રજાપતિનિધિ ની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયામાં ફરતો થયેલો આ મેસેજ એ સ્થાનિક પ્રજાપતિનિધિ અને પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ખડા કરે છે.
સોશ્યલ મીડિયામાં ફરતો થયેલો મેસેજ...
_જાહેર વિનંતી સહ ચેતવણી___
ઊંઝા શહેરના આશાસ્પદ યુવાનોને નમ્ર વિનંતી સહ જણાવવાનું કે શહેરમાં વ્યાપેલી નસીલી આદતોથી નાની નાની ઉંમરના યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે અને તેમને બચાવવા મા બાપ હોસ્પિટલનો મોટો ખર્ચ ઉપાડી રહ્યા છે તેના કારણે સંખ્યાબંધ કુટુંબો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે અને નાની ઉંમરની વિધવા બહેનોને બાળકોની તથા કુટુંબની જવાબદારી માથે ઉપાડી જીવવું પડે છે જે તમામ સમાજ માટે દુઃખદ બાબત છે ખુલ્લેઆમ વેચાતા દારૂ તથા નસીલા પદાર્થોથી આપણું યુવા ધન ખતમ થઈ રહ્યું છે આ બાબતે સરકારી તંત્ર પણ કડક હાથે કામ કરે તે અપેક્ષિત છે હજુ પણ સમય છે આ બાબતોથી દૂર રહો અને પરિવારને સુખેથી રહેવા દો તેવી મારી હાથ જોડી વિનંતી છે
આપનો શુભચિંતક
જયંતીભાઈ એમ પટેલ
નિવૃત્ત અધિકારી વર્ગ -૨
તથા સામાજિક કાર્યકર