ઊંઝા : સફાઈ કૌભાંડ આચરનારાઓને કોના ઇશારે છાવરવામાં આવી રહ્યા છે ? ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની કામગીરી સામે સવાલ !

ઊંઝા : સફાઈ કૌભાંડ આચરનારાઓને કોના ઇશારે છાવરવામાં આવી રહ્યા છે ? ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની કામગીરી સામે સવાલ !

મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ની કામગીરી સામે  સવાલ

વિસનગર ભાજપ પાલિકા ઉપ પ્રમુખનું શેરબજાર ડબ્બા ટ્રેડિંગમાં સંડોવણી બાદ સસ્પેન્ડ કરાયા

 રાત્રી સફાઈમાં કૌભાંડ આચરનારા ઊંઝા પાલિકાના પૂર્વ સતાધીશો સામે જિલ્લા પ્રમુખે કેમ કોઈ કાર્યવાહી ન કરી !

ઊંઝા પાલિકાના પૂર્વ સતાધીશો સામે સફાઈ કૌભાડને લઈને નોંધાઈ ચૂકી છે ફરિયાદ 

ફરિયાદ બાદ પણ અત્યાર સુધી ભાજપ દ્વારા તેમની સામે કોઈ નથી થઈ કાર્યવાહી 

ઊંઝા પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપ પ્રમુખ સહિત સભ્યો ના છે ફરિયાદમાં નામ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : તાજેતરમાં વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ નું નામ ડબ્બા ટ્રેડિંગમાં આવતા મહેસાણાના ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે તાત્કાલિક તેમને હોદ્દા પરથી દૂર કર્યા હતા અને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ દૂર કર્યા હતા. ત્યારે ચર્ચાઓ એવી જાગી છે કે જો વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ સામે પગલાં લેવાઈ શકતા હોય તો ઊંઝા નગરપાલિકાના રાત્રી સફાઈ કૌભાંડના નેતાઓ સામે ભાજપ જિલ્લા પ્રમુખ કોના ઈશારે પગલા ભરતા નથી ?

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકામાં પાલિકાના તત્કાલીન સત્તાધીશોએ સત્તાના નશામાં ચકચૂર બનીને રાત્રિ સફાઈ કૌભાંડ કર્યું હોવાની માહિતી પાલિકાના પૂર્વ નગર સેવક ભાવેશ પટેલે ઉજાગર કરી હતી જેને લઇને ભાવેશ પટેલના  આ કૌભાંડોઓ સામેના લાંબા સંઘર્ષ બાદ આ તત્કાલીન સત્તાધીશો સામે ફરિયાદ નોંધવા માટે કોર્ટે આદેશ કરવો પડ્યો હતો. જોકે કોર્ટના આદેશ બાદ પણ આજે આ કૌભાંડીઓ સામે પગલા ભરવાને બદલે પોલીસ દ્વારા રાજકીય ઈશારે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું નગરમાં જોર શોર થી ચર્ચાઈ રહ્યું છે. 

બીજી બાજુ વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ નું નામ ડબ્બા ટ્રેડિંગમાં આવતાં તાત્કાલિક જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોરે તેમને તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દીધા ત્યારે ઊંઝા નગરપાલિકામાં રાત્રે સફાઈ કૌભાંડ આચરનારા સત્તાધીશોને આજની સુધી શા માટે હોદ્દા પરથી દૂર નથી કરાયા ? જો કે કૌભાંડ આચરનારા આવા સત્તાધીશો સામે હજુ સુધી પગલાં નહીં ભરનાર ભાજપના આ બેવડી નીતિ અપનાવનાર જિલ્લા પ્રમુખ સામે કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ધારાસભ્ય બન્યા ત્યારથી લઈને આજે દિન સુધી સતત વિવાદોમાં રહેલા અને પ્રજાની રજૂઆતો સામે આંખ આડા કાન કરનારા નિષ્ક્રિય ધારાસભ્ય પણ આવા કૌભાંડીયોને અંદરખાને છાવરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.